તાઇવાનમાં પહેલું હિંદુ મંદિર બનીને તૈયાર, ભગવાન રામ અને શિવની પ્રતિમા

PC: indiatvnews.com

તાઇવાનની રાજધાની તાઇપેમાં પહેલું હિંદુ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે. આ મંદિરને સબકા મંદિર નામ આપવામાં આવ્યું છે, જેને કારણે હિંદુ સમાજમાં ખુશીની લહેર છે. આ મંદિરમાં ભગવાન રામ, ભગવાન શંકર અને અનેક દેવી દેવતાઓ બિરાજમાન છે. શ્રધ્ધાળુઓ માટે તાજેતરમા જ આ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે.

તાઇવાનનું એક હિંદુ મંદિર અત્યારે ચર્ચામાં છે, જે મંદિરને તાજેતરમાં જ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મંદિર તાઇવાનની રાજધાની તાઇપેમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરને તાઇવાન અને ભારત વચ્ચેના સંબંધોને અત્યંત મહત્ત્વપૂર્ણ તરીકે માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની ઉંડી અસર જોવા મળશે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તાઈવાનના આ એકમાત્ર હિન્દુ મંદિરનું નામ 'સબકા મંદિર' રાખવામાં આવ્યું છે. જેના કારણે હિન્દુ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તાઈવાનમાં રહેતી ભારતીય નાગરિક સના હાશ્મીએ એક ચેનલ સાથેની વાતમાં કહ્યું હતું કે આ મંદિરની સ્થાપના ભારતમાં ભારતીય સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે તાઈવાનની ઊંડી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. મંદિરનું ઉદઘાટન એ ભારત અને તાઈવાન સંબંધોની સાંસ્કૃતિક વાર્તામાં એક ઐતિહાસિક ક્ષણ છે.

તાઇવાનમાં IIT INDIANSના સ્થાપક ડો. પ્રિયા લાલવાનીએ પણ સબકા મંદિર વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, આ મંદિર માત્ર તાઇવાનમાં રહેતા ભારતીયો માટે જ માત્ર મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ તાઇવાનના નાગરિકો માટે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. તાઇવાનમાં બનેલા પહેલા હિંદુ મંદિરનું શ્રેય બે દશકોથી તાઇવાનમાં વસેલા NRI અને ત્યાંની એક જાણીતી રેસ્ટોરન્ટના માલિક એડી સિંહ આર્યને આપવામાં આવી રહ્યું છે.

તાઇવાનમાં બનેલા સબકા મંદિરમાં ભગવાન શંકર, શ્રીરામની પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે, ઉપરંતા દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ છે. આ મંદિર બનવાને કારણે તાઇવાનમાં રહેતા હિંદુઓ ખુશ છે.

તાઈવાનમાં રહેતા કેટલાક ભારતીયો આ સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તે તાઈવાનનું પહેલું મંદિર હોવાનું માનવામાં આવે છે જ્યાં ભારતીય સમુદાય એકત્ર થઈ શકે છે, આ જગ્યાએ પહેલાથી જ "ઈસ્કોન મંદિર" અને ભગવાન ગણેશનું મંદિર હતું. તાઈવાને તાજેતરમાં મુંબઈમાં તાઈપે ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર સ્થાપવાની યોજના વિશે માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp