મારી બેસ્ટ ફ્રેન્ડનું મારા ડેડ સાથે લફરું છે, દીકરીએ આવો વીડિયો વાયરલ કરી દીધો

PC: https://nz.news.yahoo.com

 પોતાની એક બેસ્ટ ફેન્ડ સાથે જ પિતાનું અફેર ચાલી રહ્યું છે અને સહેલી માટે પોતાની માતાને પિતા છોડી રહ્યા છે એવી જાણ થતા એક યુવતીએ પિતાના કરતૂતોને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. તેણીએ  TIKTOK પર પોતાના પિતાના અફેરનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે મને વિશ્વાસ જ ન આવ્યો કે મારી બેસ્ટ ફ્રેન્ડે જ મારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

મિરર યૂકેના અહેવાલ મુજબ ડાયના નામની એક યુવતીએ TIKTOK પર @ diana.j.t.નામના એકાઉન્ટ પરથી પોતાના પિતાના અફેરની વાત જાહેર કરી છે. ડાયનાએ જણાવ્યું કે તેનો પરિવાર એક રેસ્ટોરન્ટ ચલાવે છે, જેમાં તેની એક બેસ્ટ ફ્રેન્ડ ગ્રેટચિન પણ કામ કરતી હતી. ડાયનાને શરૂઆતમાં જરાયે ભનક નહોતી આવી કે તેના પિતાનું ગ્રેટચિન સાથે અફેર ચાલે છે. ડાયનાએ કહ્યું કે ગ્રેટચિન મારાથી 3 વર્ષ મોટી હતી.

ડાયનાએ કહ્યું કે અમે બનેં રેસ્ટોરન્ટમાં સાથે મળીને કામ કરતા હતા, એમાં મારા પિતા સાથે તેને પ્રેમ થઇ ગયો. ડાયનાએ કહ્યું કે ગ્રેટચિનને મારા પર ક્રશ હતો, પરંતુ મેં ઇન્કાર કરી દીધો હતો, એટલે તેણે પિતા સાથે સંબધ બનાવી લીધો.

જો કે, ડાયનાની માતાને તેના પતિના અફેર વિશે જાણ હતી, પરંતુ તેણીને એ વાતની ખબર નહોતી કે ડાયનાની સહેલી ગ્રેટચિન સાથે જ પતિનું અફેર ચાલી રહ્યું છે.

પોતાના પિતા સહેલી માટે પોતાની માતાને છોડી રહ્યા છે એ વાતની જયારે ડાયનાને જાણ થઇ ત્યારે તે ખુબ નારાજ થઇ હતી. ગુસ્સે ભરાયેલી ડાયનાએ પિતા અને સહેલી ગ્રેટચિનના અફેરની વાત સોશિયસ મીડિયા પર જગજાહેર કરી દીધી.

 જો કે ડાયનાની માતાને જયારે ગ્રેટચીન સાથેના અફેરની વાતની ખબર પડી તો તેણીએ પોતાના પતિને છુટાછેડા આપીને પોતે બીજા લગ્ન પણ કરી લીધા અને જીવન વિતાવવા માંડી. જો કે ડાયનાની માતાએ છુટા  પડતા પહેલા પતિ અને ગ્રેટચિન સાથે બબાલ કરી હતી.

સબંધો ખુબ સંવેદનશીલ હોય છે, તેની જાળવણી અને માવજત કરવી પડતી હોય છે, તેમાં પણ કોઇ અંગત સ્વજન સંબધોમાં વિશ્વાસઘાત કરે તો પરિવાર વિખેરાઇ જતું હોય છે. બ્રિટનની ડાયનાની પણ કઇંક આવી જ હાલત થઇ છે. પિતા પોતાની ખાસ સહેલી સાથે લગ્ન કરી રહ્યા છે અને માતાએ પણ બીજા  લગ્ન માંડી દીધા છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp