યુવતીએ પહેર્યું 82 હજારનું મિની સ્કર્ટ, ઉઠવું-બેસવું મુશ્કેલ, ફેશન જોઈ લોકો...
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાને સ્ટાઇલિશ અને ફેશનેબલ બનાવવા માંગે છે, જેથી કરીને લોકોનું ધ્યાન તેમના પર રહે. ઘણા લોકો સ્ટાઇલિશ દેખાવા માટે ઘણા પૈસા પણ ખર્ચે છે. તેઓ મોંઘા કપડાં, એસેસરીઝ અને બ્યુટી પ્રોડક્ટ્સ સૌથી મોટી બ્રાન્ડ્સ પાસેથી ખરીદે છે.
ઘણી વખત સ્ટાઈલિશ દેખાવાની હરીફાઈમાં રહેલા લોકો એવા કપડાં ખરીદે છે જેમાં તેઓ કમ્ફર્ટેબલ ન હોય અને પાછળથી તેમને પસ્તાવો કરવો પડે. કંઈક આવું જ બન્યું એડ્રિન રીયુ સાથે જેણે એક મોટી ઈટાલિયન બ્રાન્ડનું માઈક્રો મિની સ્કર્ટ ખરીદ્યું હતું, તે પહેર્યા પછી તે ન તો બરાબર ચાલી શકતી હતી કે ન તો બરાબર બેસી શકતી હતી. આ મિની સ્કર્ટની કિંમત એક હજાર ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં લગભગ 82 હજાર છે.
Adrienne Reu, જે અમેરિકાની છે, તે પોતે ફેશન અને સ્ટાઇલ પ્રભાવક છે. તે ટિકટોક પર વીડિયો પણ બનાવે છે અને તેના ફોલોઅર્સની સંખ્યા પણ ખુબ વધારે છે. તેણે તાજેતરમાં ટિકટોક પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ઇટાલિયન બ્રાન્ડ ડીઝલનું પાર્સલ ખોલતી જોવા મળી હતી.
આ પેકેટની અંદર એક માઈક્રો મિની સ્કર્ટ હતું, જેની કિંમત લગભગ 82 હજાર રૂપિયા છે. આ સ્કર્ટ બ્રાઉન લેધરમાંથી બનાવવામાં આવ્યું હતું અને તેના પર બ્રાન્ડના પ્રથમ અક્ષર 'D'નો મોનોગ્રામ પણ હતો.
અલગ-અલગ આઉટફિટ્સ સાથે સ્કર્ટ સ્ટાઇલ કરતી એડ્રિનેએ એક ટિકટોક વીડિયો બનાવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં તે સ્કર્ટમાં ખૂબ જ ખુશ દેખાતી હતી. પરંતુ આ પછી, ટિકટોક પર પોસ્ટ કરવામાં આવેલા અન્ય એક વીડિયોમાં તેણે ખુલાસો કર્યો કે તે આ સ્કર્ટ મેળવીને તે બહુ ઉત્સાહિત નથી થઇ.
આ વીડિયોમાં સૌથી પહેલા તેણે કહ્યું કે, ' જો હું આને પોસ્ટ કરીશ તો શું બ્રાન્ડ ડીઝલ મને નફરત કરશે?'
એડ્રિને વિડિયોમાં આગળ કહ્યું, 'હું તેના પેકેજિંગ અને સામગ્રીથી ખૂબ જ નિરાશ છું. હું આશા રાખું છું કે મને કેટલાક સરસ પેકેજિંગમાં હજાર ડોલરની વસ્તુ પહોંચાડવામાં આવશે. પરંતુ તેને એક બોક્સમાં બેઢંગી રીતે પેક કરીને મોકલવામાં આવ્યું હતું.
એડ્રિનેએ સ્કર્ટની ગુણવત્તા અને કદ વિશે પણ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું કે આ સ્કર્ટ ચામડાનું બનેલું છે પરંતુ તેનું ટેક્સચર એવું છે કે તે રબરનું બનેલું છે. તેની ઉપર વેલ્ક્રો ફીટ કરવામાં આવ્યું હતું, જેના કારણે સ્કર્ટનું ફીટીંગ બગડી રહ્યું હતું અને વેલ્ક્રો પહેરતી વખતે પણ દેખાતું હતું. જો તેના બદલે બટન લગાવ્યા હોતે તો, તેઓ સ્કર્ટને વધુ સારી રીતે ફિટિંગ આપી શક્યા હોત.'
એડ્રિને કહ્યું કે, 'તમે આ સ્કર્ટ પહેરીને સાર્વજનિક સ્થળો પર જવાની કલ્પના પણ કરી શકતા નથી. હું એક વખત તેને પહેરીને બહાર ગઈ હતી, પરંતુ તે આ પહેરીને બેસી પણ ન શકી, ત્યારબાદ મારે ઘરે આવીને તેને બદલવી પડી હતી. મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. હું ખરેખર નિરાશ હતી કારણ કે હું આ સ્કર્ટ ખરીદવા માટે આતુર હતી. પરંતુ આટલી પરેશાનીઓમાંથી પસાર થયા પછી, મને લાગે છે કે મારે તેને પરત કરવું પડશે. માફ કરજો ડીઝલ.'
તેણે તે જ દિવસે ઇન્સ્ટાગ્રામ પર સ્કર્ટ વિશે પણ પોસ્ટ કર્યું હતું પરંતુ પછીથી તેણે તેની પોસ્ટનું કેપ્શન બદલી નાખ્યું હતું. તેમાં તેણે લખ્યું હતું કે, 'ઠીક છે, મેં આ વાહિયાત રબર સ્કર્ટને છેલ્લે રાખવાનું નક્કી કર્યું છે.'
આ સ્કર્ટ મૂળરૂપે મિલાન ફેશન વીક દરમિયાન ડીઝલના ફોલ/વિન્ટર 2022/2023 ફેશન શો માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે હાલમાં બ્રાન્ડની વેબસાઈટ પર વેચાઈ રહ્યું નથી, પરંતુ સ્કર્ટ ઓનલાઈન ઉપલબ્ધ છે, જ્યાં તેની કિંમત 1,375 ડૉલરથી પણ ઉપર છે.
એડ્રિનનો વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોએ તેના વીડિયો પર કમેન્ટ કરી અને વેલ્ક્રોથી બનેલા સ્કર્ટ પર આટલા પૈસા ખર્ચવાના તેના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. એક યુઝરે કહ્યું કે લોકો ફેશનના નામે કંઈ પણ પહેરે છે. જ્યારે, એક યુઝરે લખ્યું કે આવા ખરાબ સ્કર્ટ પર આટલા પૈસા વેડફી નાંખ્યા.
જ્યારે, એડ્રિનના વીડિયોના જવાબમાં, કેટલાક લોકોએ તેમના વીડિયો પણ શેર કર્યા અને સ્કર્ટના બચાવમાં ટ્વિટ કર્યા.
આ એક ટ્વીટના જવાબમાં તેણે કહ્યું, 'મને ખબર નહોતી કે તેમાં વેલ્ક્રો છે. મારી પાસે 500 ડૉલરનું ડીઝલ ગિફટ કાર્ડ અને 200 ડૉલરનું PayPal ક્રેડિટ હતું, તેથી મેં તે ખરીદી લીધું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp