એક પતિની વ્યથા- પત્ની વર્ષમાં માત્ર ત્રણવાર જ પ્રેમ કરવાની પરવાનગી આપે છે

PC: harmonyhealingnm.com

યુનાઇટેડ કિંગડમથી એક આશ્ચર્યચકિત કેસ સામે આવ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે, તે પોતાની પત્નીથી ખૂબ પરેશાન છે. તે પ્રેમ કરવામાં કંજૂસી કરે છે. વ્યક્તિએ કહ્યું કે, તેની પત્ની તેને માત્ર વર્ષમાં 3 વાર જ સંબંધ બનાવવાની પરમિશન આપે છે. ધ સનમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ અનુસાર, વ્યક્તિએ કહ્યું કે તેની પત્ની તેને માત્ર તેના બર્થડે, મેરેજ એનિવર્સરી અને અન્ય 1 વાર કોઇપણ સમયે સંબંધ બનાવવાની પરમિશન આપે છે. તેને એ વાત નથી સમજાતી કે તેની પત્ની પ્રેમ આપવામાં આટલી કંજૂસી કેમ કરે છે?

વ્યક્તિએ કહ્યું કે, આ વર્ષમાં એકવાર પોતાની પત્ની સાથે સંબંધ બનાવી ચુક્યો છે. હવે આ વર્ષમાં માત્ર હજુ બે વાર એ આવુ કરી શકશે. તે એ ચિંતામાં છે કે એની પાસે હવે માત્ર બે તક બચી છે. તે પુરૂષની ઉંમર 37 વર્ષ છે અને મહિલાની ઉમર 34 વર્ષ છે. તેમના લગ્નને 7 વર્ષ થઇ ગયા છે અને 6 વર્ષની એક દીકરી છે. પણ એ બંનેની વચ્ચે બધું બરાબર નથી.

વ્યક્તિએ કહ્યું કે, તેની પત્ની મૂડી છે. જ્યારે પણ એ તેની સાથે સંબંધ બનાવવાની વાત કરે છે. ત્યારે તે નારાજ થઇ જાય છે. તેણે ઘણીવાર પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ તે વાત માનતી નથી. તેણે કહ્યું કે, તે હવે તેની પત્ની સાથે વધુ વાત કરતો નથી.

ઘરની કોઈ ચીજવસ્તુઓ લાવવી હોય કે દીકરીને સ્કૂલે લઈ જવી હોય કે લાવવી હોય બસ ત્યારે જ તેઓ બંને એકબીજા સાથે વાત કરે છે. તે નથી ઈચ્છતો કે તેની દીકરી સિંગલ પેરેન્ટની સાથે મોટી થાય. તે પોતાની પત્ની સાથે સંબંધ તોડવા નથી માંગતો. પરંતુ તે ખૂબ જ નારાજ છે કે, તેને વર્ષમાં માત્ર ત્રણવાર જ પ્રેમ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp