હીરાના રૂ. 550 કરોડના કૌભાંડમાં ગુજરાતના મોટા કોર્પોરેટ હાઉસનું નામ

હોંગકોંગ અને ભારતના સત્તાવાળાઓએ ભેગા થઇને એક મનીલોન્ડરિંગનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જેમાં હોંગકોંગના 4 અને ભારતના 4 આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યું હતું.

તાજેતરમાં DRIએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 2021માં સુરતના સચીનના સ્પેશિલ ઇકોનોમી ઝોન( SEZ) કેરોલીના ડાયમંડ ટ્રેડીંગ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી આ લોકો જામીન પર છુટી ગયા હતા. કેરોલીના ડાયમંડ ટ્રેડીંગ પર ફરી DRIએ શંકા વ્યકત કરી છે.

જો કે નવાઇની વાત એ છે કે 532 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હોવા છતા હજુ સુધી કોઇના સત્તાવાર નામ સામે આવ્યા નથી. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતનું એક મોટું કોર્પોરેટ હાઉસ આ મનીલોન્ડરિંગમાં સામેલ હોવાને કારણે અધિકારીઓનો નામ જાહેર કરવામા પરસેવો છુટી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp