કેનેડા જતા ભારતીયોની સંખ્યામાં છેલ્લા 3 મહિનામાં ધરખમ ઘટાડો

PC: twitter.com

કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે તાજેતરમાં ચોંકાવનારા આંકડા બહાર પાડ્યા છે. મિલરે કહ્યું કે છેલ્લાં 3 મહિનામાં ભારતથી કેનેડા આવતા સ્ટુડન્ટસની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. લગભગ 86 ટકા જેટલો  સ્ટુડટન્સમાં ઘટાડો થયો છે.

મિલરે કહ્યું કે, ગયા વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર મહિનામાં લગભગ 1,8 લાખ સ્ટુડન્ટસને સ્ટડી પરમીટ આપવામાં આવી હતી. જેની સરખામમીએ ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં માત્ર 14,000 સ્ટુડન્ટસ ભારતથી કેનેડા આવ્યા છે.

મિલરનું કહેવું છે કે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો બગડવાને કારણે કેનેડા આવતા સ્ટુડટન્સની સંખ્યામાં ઘટાડો થયો છે.

18 સપ્ટેમ્બર 2023ના દિવસે કેનેડાએ ભારત પર આતંકવાદી નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો એ પછી બંને દેશો વચ્ચેના સંબંધો બગડેલા છે. ત્યારથી કેનેડા જવાનો ભારતીયોનો રસ ઓછો થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp