આ વ્યક્તિએ ઓનલાઇન કબાટ ખરીદ્યો, અંદર નિકળ્યા 1 કરોડ રોકડા, પાછા આપી દીધા

PC: dailymail.co.uk

એક વ્યક્તિએ સેકન્ડ હેન્ડ કબાટની ખરીદી કરી, પણ જ્યારે તેણે કબાટને ખોલીને જોયો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. વાત એવી છે કે, કબાટમાંથી એક કરોડ રૂપિયાથી વધુ રોકડા મળ્યા હતા, આ કબાટને તેણે ઓનલાઈન વેબસાઈટ eBay થી ખરીદી કર્યો હતો.

વ્યક્તિનું નામ થોમસ હેલર (Thomas Heller) છે, જે જર્મનીના Bitterfield નો રહેવાસી છે. ‘ડેઇલી મેલ’ના એક રિપોર્ટ અનુસાર, થોમસે કિચનમાં વસ્તુઓ મૂકવા માટે એક સેકન્ડ હેન્ડ કબાટની ખરીદી કરી હતી, જેના માટે તેને 19 હજાર રૂપિયા ચૂકવ્યા હતા, પણ કબાટને ખોલતા જ તે આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

આ કબાટની અંદર તેને બે બોક્સ મળ્યા, જેને ખોલ્યા પછી તેના અંદરથી 1 કરોડ 19 લાખ રૂપિયાની રકમ મળી હતી. જો કે, થોમસે આ પૈસાને પોતાની પાસે રાખવાના બદલે સ્થાનિક પોલીસને આપી દીધા હતા, જેથી પૈસા તેના અસલી માલિક પાસે પહોંચી જાય.

તપાસ બાદ સામે આવી સત્યતા

પોલીસે તપાસ કરીને માહિતી મેળવી કે, આ પૈસા 91 વર્ષની એક વૃદ્ધ મહિલાના છે, જે Halle સિટીમાં રહે છે. કબાટની પ્રથમ માલિક પણ તે જ હતી. તેના પૌત્રએ કબાટને વેચ્યો હતો, પણ તેને આ વાતની માહિતી ન હતી કે, તેમાં વૃદ્ધ મહિલાએ પૈસા મૂક્યા છે.

નોંધનીય છે કે, જર્મનીમાં ગુમ થયેલા પૈસા (હજાર રૂપિયાથી વધુ) ને પોતાની પાસે રાખવા, એ એક ગુનો છે. દોષી સાબિત થતા ત્રણ વર્ષ સુધીની જેલ થઇ શકે છે. જો કે, કાયદા મુજબ નિયમ આ પણ છે કે, ઈમાનદારીથી પૈસા પાછા આપનારને ઇનામ પણ આપવામાં આવે છે, ત્યારે થોમસને કુલ રકમની 3% રકમ ઇનામ તરીકે આપવામાં આવી હતી, તેને સાડા ત્રણ લાખથી વધુ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp