વ્યક્તિએ 5 કરોડ 70 લાખ ઉપાડીને બેંક સ્ટાફને કહ્યું, નોટો હાથથી ગણો, મશીનથી નહીં

PC: indiatimes.com

હવે બેંકોમાં મશીન દ્વારા નોટો ગણાય છે, પરંતુ એક વ્યક્તિની જીદ હતી કે તે બેંક સ્ટાફના હાથે ગણીને જ પૈસા લેશે. હકીકતમાં, એક કરોડપતિ વ્યક્તિએ બેંકમાંથી લગભગ 6 કરોડ રૂપિયા ઉપાડી લીધા, પરંતુ બેંક અને તેના સ્ટાફ પ્રત્યે તેનો ગુસ્સો એટલો હતો કે, તેણે જાણી જોઈને બેંક સ્ટાફને કહ્યું કે, તેને હાથથી ગણ્યા પછી જ પૈસા જોઈએ છે. આ ઘટના ચીનની છે, જ્યાં બેંકના સુરક્ષા કર્મચારીઓ સાથેની દલીલ બાદ એક અમીર વ્યક્તિએ શાંઘાઈ બેંકમાંથી 5.69 કરોડ રૂપિયા ઉપાડી લીધા અને બેંક કર્મચારીઓને તેને હાથથી ગણવા કહ્યું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 2021ની બે વર્ષ જૂની છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ કરોડપતિ વ્યક્તિએ બેંકના સુરક્ષા ગાર્ડના વર્તનથી નારાજ થઈને આ પગલું ભર્યું. કરોડપતિએ તેના બેંક ખાતામાંથી 5.69 કરોડ રૂપિયા ઉપાડી લીધા હોવાનો દાવો કર્યો છે. આ વ્યક્તિનું માનવું છે કે તેણે સુરક્ષા ગાર્ડની ગ્રાહક સેવાનો અનુભવ કર્યા પછી આ પગલું ભર્યું હતું. તેનો આરોપ છે કે બેંક સ્ટાફે તેની સાથે યોગ્ય વર્તન કર્યું નથી.

સમાચાર અનુસાર, આ ચીની અમીર વ્યક્તિનું નામ સનવિયર છે. તેણે એક દિવસમાં બેંકમાંથી ઉપાડી શકાય તેટલી મહત્તમ રકમ ઉપાડી લીધી અને બેંક કર્મચારીઓને હાથ વડે નોટોના બંડલો ગણવા કહ્યું. બેંક કર્મચારીઓને 5.69 કરોડ રૂપિયાની નોટો ગણવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ અમીર વ્યક્તિ બેંકમાં પોતાના બાકીના પૈસા ઉપાડીને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સનવિયરે આવું એટલા માટે કર્યું કારણ કે, બેંક ગાર્ડે તેને માસ્ક પહેરવાનું કહ્યું હતું.

જો કે આ દાવો પણ ખોટો જણાય છે. જો કે ચીનના કરોડપતિ સનવિયરનો દાવો છે કે બેંક કર્મચારીઓના ગેરવર્તનને કારણે તેણે આ પગલું ભર્યું છે. પરંતુ બેંકનું કહેવું છે કે, સિક્યોરિટી ગાર્ડે ગેરવર્તણૂક કરી નથી, બલ્કે આ દલીલ ત્યારે થઈ જ્યારે કરોડપતિ સનવિયરને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવ્યું. બેંકે આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું છે, જેમાં ખુલાસો થયો છે કે, કરોડપતિ માસ્ક પહેર્યા વગર જ બ્રાન્ચમાં આવ્યા હતા. તેથી, સુરક્ષા કર્મચારીઓએ તેને માત્ર એક માસ્ક પહેરવાનું જ કહ્યું. આ બાબતે લઈને જ દલીલ થઇ હતી.

પોતાનો બચાવ કરતી વખતે, ચીનના કરોડપતિએ સ્વીકાર્યું કે, તે માસ્ક લાવવાનું ભૂલી ગયો હતો, પરંતુ તેણે ગાર્ડને વધારાનો માસ્ક લાવવા કહ્યું હતું. વ્યક્તિએ કહ્યું કે, એક પણ ક્ષણ એવી નથી કે જ્યાં તેણે કોરોના પ્રોટોકોલનું પાલન ન કર્યું હોય. તેણે કહ્યું કે મેં સુરક્ષા કર્મચારીઓને નજીકની દુકાનમાંથી માસ્ક ખરીદી આપવાનું કહ્યું હતું. જો કે, આ ચીની અબજોપતિની નોટોના શૂટકેસ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp