દુનિયાના સૌથી ધનિક બ્રુનેઇ પ્રિન્સના સામાન્ય યુવતી સાથે શાહી લગ્ન
દુનિયાના સૌથી ધનિક સુલતાનના પુત્રના શાહી લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ સુલતાનના પુત્રએ એક સામાન્ય યુવતી સાથે લગ્ન કર્યા છે, પરંતુ લગ્ન એટલા શાહી રીતે કરવામાં આવ્યા છે, જે તમને તસ્વીરો પરથી ખબર પડશે. સોનાની મસ્જિદમાં નિકાહ કરવામાં આવ્યા હતા.
બ્રુનેઈના વિશ્વના સૌથી ધનિક અને સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર સુલતાન હસનલ બોલ્કિયાના પુત્રના લગ્ન શાહી લગ્ન થયા છે. આ શાહી લગ્ન પર આખી દુનિયાની નજર છે. બ્રુનેઈના સુલતાનના પુત્ર પ્રિન્સ અબ્દુલ મતીન બ્રુનેઈએ ગુરુવારે એક સામાન્ય છોકરી સાથે લગ્ન કર્યા. સુલતાન હસનલ બોલ્કિયાના પુત્રના લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
32 વર્ષની ઉંમરના રાજકુમાર અબ્દુલ મતિને 29 વર્ષની અનિસા રોસા ઈસા-કાલેબિક સાથે નિકાહ કર્યા છે. અનિસાએ સુલતાનના વિશેષ સલાહકારની પૌત્રી અને રોયલ બ્રુનેઈ એરલાઈન્સની સંસ્થાપક ચેરપર્સન છે. ખાસ વાત એ છે કે બંનેની નિકાહ સેરેમની રાજધાની બંદર સેરી બેગવાનમાં સોનાના ગુંબજવાળી મસ્જિદમાં થઈ છે.
બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા 55 વર્ષથી વધુ સમયથી બ્રુનેઈના રાજા છે. સુલતાન હસનલના પુત્ર પ્રિન્સ અબ્દુલ મતિને ગુરુવારે બ્રુનેઈમાં તેની મંગેતર સાથે લગ્ન કર્યા. આ ઇસ્લામિક રીત રિવાજો પ્રમાણે બ્રુનેઇમાં ભવ્ય 10 દિવસનો ભવ્ય કાર્યક્મ આયોજિત કરવામાં આવ્યો છે.
પ્રિન્સ અબ્દુલ મતીન બ્રુનેઈના રાજા અને હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ સુલતાન હસનલ બોલ્કિયાના 10મા પુત્ર છે. આ જ કારણે તે બ્રુનેઈના સુલતાન બનવાના ક્રમમાં ખૂબ નીચે છે. તેથી, તેના બ્રુનેઈના સુલતાન બનવાની આશા ઓછી છે.
1788 રૂમના પેલેસમાં શાહી લગ્નની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આટલું જ નહીં લગ્ન બાદ રવિવારે વિશાળ જુલુસ કાઢવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ શાહી લગ્નમાં ભારત અને વિદેશના શાહી મહેમાનો અને વરિષ્ઠ રાજકારણીઓ હાજરી આપશે. આ સમય દરમિયાન, લોકોની ભીડ જોવા મળશે.
પ્રિન્સ મતીન અને અનીશા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, જો કે, જાન્યુઆરી 2023 માં બંને વચ્ચે નિકટતા વધી, જ્યારે અનીશા મતીનના બહેન પ્રિન્સેસ અઝેમા નિમાતુલ બોલ્કિયાના શાહી લગ્નમાં હાજરી આપી હતી. બંનેએ આ સમયે તેમના લગ્નનો પ્લાન બનાવ્યો હતો. જો કે, અનીશા સાથે પ્રિન્સ મતીનની સગાઈના સમાચાર પ્રથમ ઓક્ટોબર 2023 માં સામે આવી હતી, જ્યારે તેના પિતા, સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ સત્તાવાર નિવેદન દ્વારા આ સમાચારની જાહેરાત કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp