બ્રિટનમાં પરમાણુ બોમ્બ બનાવવાનો સામાન મળતા હડકંપ, પાકિસ્તાને આ ચોખવટ કરી

PC: twitter.com/Terror_Alarm/status/1613081745858985985/photo/1

લંડનના હિથ્રો એરપોર્ટ પરથી પરમાણુ બોંબ બનાવવાનો સામાન મળી આવતા હડકંપ મચી ગયો હતો અને બ્રિટનના અખબારોએ એવો દાવો કર્યો હતો કે આ જોખમી સામાન પાકિસ્તાનથી આવ્યો છે.અખબારોના દાવાથી હચમચી ગયેલી પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારે સ્પષ્ટતા કરવા માટે સામે આવવું પડ્યું હતું. હિથ્રો એરપોર્ટ પરથી મળેલા સામાન બાબતે પાકિસ્તાને જવાબ આપ્યો છે.

 લંડનના હીથ્રો એરપોર્ટ પરપરમાણુ બોમ્બ બનાવવા માટે વપરાતા ખતરનાક યુરેનિયમથી ભરેલું પેકેજ પકડાયા બાદ ખળભળાટ મચી ગયો છે. બ્રિટનના મીડિયા રિપોર્ટ્સમાં પકડાયેલા યુરેનિયમ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેને પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું છે. મામલો વધારે ચગી જતા પાકિસ્તાને પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન વિશેના અહેવાલોમાં જે કહેવામાં આવી રહ્યું છે તેમાં સત્ય નથી.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યુ કે, અમે મીડિયો રિપોર્ટસ જોયા છે અને અમને  પુરો વિશ્વાસ છે કે આ રિપોર્ટસ સાચા નથી. બલોચે કહ્યું કે બ્રિટન તરફથી પણ પાકિસ્તાન સાથે કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

લંડનના હિથ્રો એરપોર્ટ પર 29 ડિસેમ્બર એરપોર્ટ પર સ્કેનિંગ વખતે યુરેનિયમનો સામાન પકડાયો હતો. બ્રિટનના અખબારોએ દાવો કર્યો હતો કે આ પેકેજ પાકિસ્તાનનું છે, જે ઓમાનથી કોર્મશિયલ ફલાઇટ દ્રારા બ્રિટનમાં એક ઇરાની કંપનીને મોકલવામાં આવી રહ્યું હતું. મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું હતું કે યુરેનિયમ સીધું પાકિસ્તાનથી નહીં પણ ગલ્ફ કન્ટ્રી ઓમાનથી ફલાઇટ દ્રારા મોકલવામાં આવ્યું હતું. જેને બ્રિટનમાં પહોંચતા પહેલા પકડી લેવામાં આવ્યું હતું. બ્રિટનની કાઉન્ટર ટેરર પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

સ્કોટલેન્ડ યાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પેકેજ 29 ડિસેમ્બર 2022ના રોજ યુકે પહોંચ્યું હતું, જેને રૂટિન ચેકિંગ દરમિયાન અટકાવવામાં આવ્યું હતું. યુરેનિયમ મળ્યા બાદ ત્યાં હાજર સુરક્ષા અધિકારીઓએ આતંકવાદ વિરોધી ટીમને જાણ કરી હતી.પ્રવક્તાએ કહ્યું, એરપોર્ટ પર જપ્ત કરવામાં આવેલ યુરેનિયમ મોટી માત્રામાં નહોતું. નિષ્ણાતોની તપાસ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પેકેજ કોઈના માટે ખતરો નથી. જો કે જ્યાં સુધી બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અમારી તપાસ ચાલુ રહેશે.

સ્કોટલેન્ડ યાર્ડના પ્રવક્તાએ કહ્યુ કે, હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. અનેક વિભાગો આની તપાસ કરી રહ્યા છે. જ્યારે ખબર પડી કે યુરેનિયમ ભરેલું છે ત્યારે તેને જુદા જુદા રૂમમાં રાખવામાં આવ્યું છે.

બ્રિટન ન્યૂક્લિયર ડિફેન્સ રેજિમેન્ટના પૂર્વ કમાન્ડર હમીશ ડે બ્રેટન ગોર્ડને કહ્યુ કે એરપોર્ટ પર પકડાયેલા યુરેનિયમ પેકેજ સાથે પાકિસ્તાન સાથે સંબંધ હોવું અને તેને કોર્મશિયલ ફલાઇટ દ્રારા બ્રિટન પહોંચાડવું એ  ભારે શંકાસ્પદ બાબત છે. સિસ્ટમે સારી રીતે કામ કર્યું અને યુરેનિયમ પકડાઇ ગયું. ભૂતપૂર્વ કમાન્ડરે કહ્યું કે યુરેનિયમ ઉચ્ચ સ્તરે ઝેરી કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરી શકે છે. આ સાથે તે ખતરનાક બોમ્બ બનાવવાના ઉપયોગમાં પણ આવી શકે છે.

પાકિસ્તાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને ભારત સહિત ઘણા દેશો એવી ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે કે પાકિસ્તાન કોઈપણ સમયે કોઈપણ ત્રીજા દેશ સાથે પરમાણુ ટેકનોલોજીની આપ-લે કરી શકે છે.

તાજેતરમાં જ જ્યારે ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું ત્યારે ભારતે UNSCમાં પણ આ ચિંતા વ્યક્ત કરી હતી. UNSCમાં ભારતના સ્થાયી સભ્ય ટીએસ તિરુમૂર્તિએ પાકિસ્તાનનું નામ લીધા વિના ઈશારામાં કહ્યું હતું કે પાકિસ્તાને ઉત્તર કોરિયાને પરમાણુ ટેકનોલોજી આપવામાં મદદ કરી છે. જ્યારે પાકિસ્તાને ઉત્તર કોરિયા પાસેથી મિસાઈલ ટેક્નોલોજીમાં મદદ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp