વ્હાઈટ હાઉસ છોડવું જ નહોતું,ટ્રમ્પે પાછલા પરિણામો પર કહ્યું,હમણાં હારી જશે તો..
અમેરિકા (USA)માં મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક નેતા કમલા હેરિસ મુખ્ય ચૂંટણી રાજ્યોમાં મતદારોને પોતાની તરફેણમાં આકર્ષવામાં વ્યસ્ત છે. ચૂંટણી દિવસમાં હવે થોડો જ સમય બચ્યો છે, ટ્રમ્પે 2020ની ચૂંટણીની કડવી યાદો તાજી કરી હતી અને કહ્યું હતું કે, તેમણે વ્હાઇટ હાઉસને 'છોડવું જોઈતું ન હતું', એવી આશંકા વ્યક્ત કરી હતી કે, જો તેઓ હેરિસ સામે ચૂંટણી હારી ગયા તો, કદાચ તેઓ 5 નવેમ્બરના મતદાનના ચૂંટણીના પરિણામો સ્વીકારવા ન પણ કરે.
યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાની ઇલેક્શન લેબ, જે સમગ્ર USમાં પ્રાથમિક અને મેલ-ઇન મતદાનની પર નજર રાખે છે, તે અનુસાર, રવિવાર સુધીમાં 75 મિલિયનથી વધુ અમેરિકનોએ તેમના મત આપી ચુક્યા છે. એકંદરે આખી ઝુંબેશમાં, હેરિસ આ ચૂંટણીને દેશની મૂળભૂત સ્વતંત્રતાઓનું રક્ષણ કરવા, બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવા અને મહિલાઓના અધિકારોને સુનિશ્ચિત કરવાની ચૂંટણી તરીકે રજૂ કરી રહ્યા છે, જ્યારે ટ્રમ્પ અર્થવ્યવસ્થાના પુનઃનિર્માણ અને અમેરિકાને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી મુક્ત કરવાના વચનો આપી રહ્યા છે.
વાઇસ પ્રેસિડેન્ટ હેરિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે, સમર્થન મેળવવા માટે દલીલ કરી રહ્યા છે, જ્યારે વિવિધ સર્વેમાં બે દાવેદારો વચ્ચે અસામાન્ય રીતે નજદીકી સરસાઇની આગાહી કરી રહ્યા છે. જો કે, આયોવામાં એક નવો સર્વે કહે છે કે, હેરિસ 47 ટકા સાથે આગળ છે, જ્યારે ટ્રમ્પ 44 ટકા સાથે આગળ છે. ટ્રમ્પે તરત જ આ સર્વેને ફગાવી દીધો.
2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા ટ્રમ્પે રવિવારે પેન્સિલવેનિયામાં એક રેલીમાં કહ્યું કે, તેમણે વ્હાઇટ હાઉસ છોડવું જોઈતું ન હતું. જો બાઇડેનને સત્તા પર લાવનાર ચૂંટણી પછી, ટ્રમ્પે મતદાન પ્રક્રિયામાં છેતરપિંડીનો આક્ષેપ કર્યો અને પરિણામોને અદાલતોમાં પડકાર્યા, પરંતુ તેમના દાવાઓને નકારી કાઢવામાં આવ્યા હતા.
પોતાના સંબોધનમાં ટ્રમ્પે બાઇડેન પ્રશાસનની ઈમિગ્રેશન નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, જ્યાં સુધી તેઓ વ્હાઇટ હાઉસમાં હતા ત્યાં સુધી દેશની સરહદો સુરક્ષિત હતી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ પેન્સિલવેનિયાની લિટ્ઝ સ્થિત એક રેલીમાં કહ્યું, 'જે દિવસે મેં દેશ છોડ્યો તે દિવસે, આપણી સરહદ આપણા દેશના ઇતિહાસમાં સૌથી સુરક્ષિત હતી. મારે ત્યાંથી જવું જોઈતું ન હતું. મારો કહેવાનો અર્થ છે, પ્રમાણિકતાથી, કારણ કે અમે ખૂબ સારું કામ કર્યું છે.' ટ્રમ્પે 2020ની ચૂંટણી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પરિણામોને પડકારવા માટે ઘણા કોર્ટ કેસ દાખલ કર્યા હતા, પરંતુ તે અસફળ રહ્યા હતા.
રેલીમાં ટ્રમ્પે હેરિસ પર પણ નિશાન સાધ્યું અને ડેમોક્રેટિક પાર્ટી પર 'ભ્રષ્ટ મશીન' હોવાનો આરોપ લગાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે, 'તે બધુ ભ્રષ્ટ છે. હું સંપૂર્ણપણે ભ્રષ્ટ વ્યક્તિ સામે ચૂંટણી લડી રહ્યો છું.'
પેન્સિલવેનિયા 19 ઈલેક્ટોરલ કોલેજ મતો સાથે સાત મુખ્ય રાજકીય લડાઈના રાજ્યોમાં સૌથી મહત્વપૂર્ણ તરીકે ઉભરી આવ્યું છે. તે પછી ઉત્તર કેરોલિના અને જ્યોર્જિયામાં 16-16, મિશિગનમાં 15 અને એરિઝોનામાં 11 છે. પેન્સિલવેનિયા રેલીમાં, ટ્રમ્પે વચન આપ્યું હતું કે, જો તેઓ પ્રમુખ બનશે, તો તેઓ અમેરિકામાં 'નવા સુવર્ણ યુગ'ની શરૂઆત કરશે અને તે બાઇડેન-હેરિસ વહીવટીતંત્રના ભ્ર્ષ્ટાચારને 'સુધારશે'.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp