Video: માત્ર 30 સેકન્ડમાં એન્ટીનાથી ચોરો કરોડોની Rolls Royce ચોરી ગયા

PC: bnn.com

જ્યારે પણ લગ્ઝરી કારોની વાત થાય છે તો Rolls Royceનું નામ સૌથી પહેલા આવે છે. Rolls Royce ન માત્ર લગ્ઝરી કારો માટે જાણીતી છે બલ્કે સેફ્ટીના મામલામાં પણ તેને સારી માનવામાં આવે છે. જે રીતે વાહન નિર્માતા કંપનીઓ પોતાના વાહનોને સુરક્ષિત બનાવવા માટે એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે, તેવી જ રીતે ચોરો પણ રોજ નવી ટેક્નિકનો ઉપયોગ કરી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

અત્યાર સુધીમાં કાર ચોરીની જે પણ ઘટનાઓ સામે આવતી રહી છે, તેમાં લંડનમાં થયેલી Rolls Royceની ચોરીએ લોકોની ચોંકાવી નાખ્યા છે. માત્ર એક એંટીનાની મદદથી આ ચોરો દુનિયાની સૌથી મોંઘી SUV પર હાથ સાફ કરી ગયા.

આ આખી ચોરી સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં ચોરોની એક ટુકડી 350000 પાઉન્ડ એટલે કે લગભગ 3.6 કરોડ રૂપિયાની Rolls Royce કુલિનૈન SUVને ખૂબ જ સરળતાથી ચોરવા માટે એક હાઈ-ટેક ગેજેટનો ઉપયોગ કરે છે.

આ ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ હુડી પહેરીને પોતાના હાથમાં એક એંટીના લઈને કારની સામે ઊભા રહીને ઘરની સામેથી આવી રહેલા સિગ્નલને કેપ્ચર કરતા ધીમે-ધીમે કારની તરફ આગળ વધે છે.

જેવો તે કારની જરા નજીક પહોંચે છે, તે સમયે એંટીનાની મદદથી આવી રહેલા સિગ્નલ કારને ઓન કરી દે છે અને 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં આ ગેંગ કરોડોની કાર લઈને ફરાર થઇ જાય છે.

કહેવામાં આવી રહ્યું છે કે, Rolls Royceની સાથે આવનારી સ્માર્ટ ચાવીના સિગ્નલની મદદથી કારને ઓન કરવાની સુવિધા આપે છે. જેના માટે કારમાં ચાવી લગાવવાની દરૂરત હોતી નથી. ચાવી જેવી કારના ફિક્સ્ડ એરિયામાં આવે છે તો સિગ્નલ મળતા જ કાર ઓન થઇ જાય છે. કાર માલિકની સુવિધા માટે બનાવવામાં આવેલા આ ફીચરને કસ્ટમાઈઝ પણ કરાવી શકાય છે.

ખેર, હાઈટેક ચોરીની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ પ્રકારની ચોરીને Relaying કહેવામાં આવે છે. આ કેસમાં એક ચોર એંટીનાની મદદથી ઘરમાં રાખવામાં આવેલી ચાવીના સિગ્નલને લઈ કારની તરફ જાય છે અને બીજા ચોરની પાસે ટ્રાન્સમીટર હતું. જેની મદદથી તેણે કારની ચાવીથી આવી રહેલા સિગ્નલને કેચ કર્યું અને કાર સ્ટાર્ટ કરી દીધી.

ભારતીય માર્કેટમાં પણ Rolls Royce Cullinan SUV વેચાઈ છે. જેની શરૂઆતી કિમંત 6.95 કરોડ રૂપિયા છે. 5 સીટર આ કારમાં કંપનીએ 6.7 લીટરનું V12 એન્જિન આપ્યું છે. સેફ્ટી માટે આ કારમાં ઘણાં એરબેગ્સ મળે છે અને આ SUV ઓટોનોમસ ડ્રાઈવિંગ ફીચર્સથી સજ્જ છે. પેનોરેમિક વ્યૂની સાથે જ આ કારમાં 4 કેમેરા પણ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp