લૉ ગ્રેજ્યુએટ શખ્સ મંદિરની દાનપેટી પર લગાવી આવ્યો પોતાનો QR કોડ, પછી..

PC: scmp.com

અત્યારે નાની નાની દુકાનો પર પણ QR કોડ જોવા મળી જાય છે. લોકો તેના માધ્યમથી ખિસ્સામાં પૈસા ન હોવા છતા ખરીદી બાદ ચૂકવણી કરવામાં મદદ મળી જાય છે. પરંતુ જેમ જેમ ટેક્નિક આગળ વધી રહી છે તેમ તેમ સ્કેમ પણ વધી રહ્યા છે. લોકો ઠગવામાં ભગવાનના ઘરને પણ છોડી રહ્યા નથી. એવી જ એક ઘટના ચીનથી સામે આવી છે. અહી એક લૉ ગ્રેજ્યુએટે બૌદ્ધ મંદિરમાંથી દાનની રકમ ચોરી કરવાની અનોખી રીત શોધી કાઢી. જો કે, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરોપીએ મંદિરમાં લાગેલા QR કોડને પોતાનો ખાનગી QR કોડ સાથે બદલી દીધો હતો. જ્યારે પણ કોઈ ભક્ત શ્રદ્ધાથી દાન કરતો તો રકમ સીધી તેના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. હેરાનીની વાત એ છે કે આ વ્યક્તિ ચીનની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર્સની ડિગ્રી પૂરી કરી ચૂક્યો છે, છતા તેણે આ પ્રકારનો ગુનો કર્યો. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, આ આખા કારનામાની વીડિયો ફૂટેજ સાર્વજનિક થઈ ગઇ.

ઉલ્લેખનીય છે કે, શાનક્સી પોલીસ દ્વારા વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે જ્યારે ભક્ત મૂર્તિ સામે ઝૂકે છે તો એજ સમયે એ વ્યક્તિ દાન પેટીના QRને પોતાના QR સાથે બદલી દે છે. જ્યારે ભક્ત મંદિરમાં દાન કરવા માટે મોબાઈલથી QR કોડ સ્કેન કરે છે તો દાનની રકમ સીધી એ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. આ સિલસિલો ત્યાં સુધી ચાલતો રહે છે, જ્યાં સુધી તેની વીડિયો ફૂટેજ સામે આવી જતી નથી. બીજિંગ યૂથ ડેઇલીના રિપોર્ટ મુજબ, આ વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

પોલીસ સામે તેણે સ્વીકાર્યું કે તેણે આ વર્ષે ઉત્તર પશ્ચિમ શાંક્સી પ્રાંત અને દક્ષિણ પશ્ચિમ સિચુઆન અને ચોંગકિંગ પ્રાંતના બુદ્ધ મંદિરોમાં આ છેતરપિંડી કરી હતી, જ્યાંથી લગભગ 4200 અમેરિકન ડૉલર (લગભગ 3.5 લાખ રૂપિયા) ચોરવામાં આવ્યા છે. ધરપકડ બાદ આરોપીએ એ પણ સ્વીકાર્યું કે તેણે અન્ય પ્રાંતોની બૌદ્ધ સંસ્થાઓમાંથી ચોરીની આ ટ્રિક અપનાવીને દાનની રકમ ચોરી હતી.

આ કેસ પર તપાસ કરનારાઓનું કહેવું છે કે આરોપીએ અત્યાર સુધી ચોરી કરેલી બધી રકમ પરત કરી દીધી છે, પરંતુ આ ઘટના ચીનમાં એક ગંભીર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે કે લોકો હવે છેતરપિંડી માટે ભગવાનના ઘરને પણ છોડી રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp