સીરિયા તરફ આગળ વધી રહેલું રશિયા, ત્રીજા વિશ્વયુદ્ધની ભીતિ

PC: intoday.in

શું સીરિયા સંકટથી ત્રીજા વિશ્વયુદ્ધની સમસ્યા સર્જાઈ શકે છે. આ સવાલ એટલા માટે ઉઠવા લાગ્યો છે કારણકે સીરિયામાં ઘણા દેશોનું તોફાન હિંસક રૂપ લઈ રહ્યું છે. અમેરિકા અને તેના સહયોગી દેશોએ સીરિયા પર આરોપ લગાવ્યો છે કે તેઓ કેમિકલ હથિયારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ રશિયા અને સીરિયાએ અમેરીકાની આ કાર્યવાહીની નીંદા કરી છે. જ્યાં કેટલાક રિપોર્ટમાં આવ્યું છે કે રશિયાના લડાકુ જહાજ સીરિયા તરફ આગળ વધી રહ્યા છે. એક રિપોર્ટ દ્વારા મળેલી માહિતી પ્રમાણે રવિવારે સીરિયાના રસ્તામાં 2 રશિયાના લડાકુ જહાજો મિલેટ્રીની ગાડીઓ સાથે જોવા મળ્યા હતા. એક જહાજ તુર્કી પાસે બોસ્ફોરસમાં જોવા મળ્યું હતું.  

2011મા જ્યારે આરબના ઘણા દેશોમાં જેસ્મીન ક્રાંતિ(ટ્યુનિશિયા રિવોલ્યુશન) ક્રાંતિની શરૂઆત થઈ હતી ત્યારે સીરિયામાં પણ તેની શરૂઆત થઈ હતી. પણ તેના સાત વર્ષ પછી પણ હજી સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સેના અને વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધ શરૂ છે. અત્યાર સુધીમાં 5 લાખ લોકોના મૃત્યુ થયા છે અને તેનાથી પણ વધારે લોકો દેશમાંથી ભાગી છૂટ્યા છે. સીરિયાના ઘણા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. રશિયા, બ્રિટન અને અમેરિકાએ સાથે મળીને સીરિયા પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં સાઉદી અરબ અને તુર્કીએ અમેરિકાનું સમર્થન કર્યું હતું.

બીજી તરફ ઈરાન અને ચીને અમેરિકાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કર્યો હતો. ઈરાન આ લડાઈમાં રશિયા અને સીરિયાના રાષ્ટ્રપતિ અસદની સાથે સહકારમાં છે. સાઉદી અરબ સરકાર અને ઈરાન આ હસ્તક્ષેપની વિરૂદ્ધ છે અને તેના પર આરોપ લગાવવામાં આવે છે કે વિદ્રોહીઓને ઘણા હથિયારો સાઉદી અરબમાંથી મળે છે. તોફાન અને ઉજડતી જિંદગીઓ વચ્ચે સીરિયા આજે દુનિયાના તોફાનનો અખાડો બની ગયું છે. UNSC જેવી સંસ્થાઓ પણ યુદ્ધ રોકવા અને શાંતિ સ્થાપવામાં નાકામ સાબિત થઈ છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp