મહિલાઓના ડરના કારણે 55 વર્ષોથી ઘરમાં બંધ છે વૃદ્ધ, કર્યું આ અજીબ કામ

PC: mirror.co.uk

દુનિયાભરમાં લોકોના અજીબોગરીબ ડર હોય છે. કોઈને પાણીથી ડર લાગે છે, તો કોઈને અંધારાથી ડર લાગે છે. કોઈને ધૂળથી તો કોઈને લોકો સાથે હળવા-મળવાથી ડર લાગે છે. આ જ પ્રકારે દક્ષિણ આફ્રિકાના રવાંડાનો એક વ્યક્તિ પોતાના અનોખા ડરના કારણે ચર્ચામાં છે. 71 વર્ષીય Callitxe Nzamwitaને મહિલાઓથી એટલો ડર લાગે છે કે તેણે 16 વર્ષની ઉંમરમાં એટલે કે 55 વર્ષોથી પોતાને ઘરમાં બંધ કરીને રાખ્યો છે અને મહિલાઓ દરેક સ્થિતિમાં તેનાથી દૂર રહે એ સુનિશ્ચિત કરવા માટે તેણે પોતાના ઘરની ચારેય તરફ 15 ફૂટની દૂરી પર ફેન્સ લગાવડાવી છે.

દક્ષિણ આફ્રિકન મીડિયા મુજબ, Callitxe Nzamwitaએ જણાવ્યું કે કેવી રીતે મહિલાઓથી તેને ખૂબ ડર લાગે છે. તો એક અનામી મહિલા પાડોશી જણાવ્યું કે, જ્યારે Callitxe Nzamwita છોકરો હતો, ત્યારથી ખૂબ ઓછો ઘરથી નીકળતો જોયો છે, પરંતુ તેના આ ડર છતા એ મહિલાઓના કારણે જ જીવિત છે. તેણે સમજાવ્યું કે, અજીબ વાત છે, ભલે તે મહિલાઓથી ડરે છે, પરંતુ અમે જ છીએ જે તેને ભોજન ખવડાવીએ છીએ. તે અમારી પાસે આવવાનું પસંદ કરતો નથી તો અમે તેના ઘરમાં વસ્તુઓ ફેંકી દઈએ છીએ અને પછી તે આવીને તેને ઉઠાવી લે છે.

તેણે આગળ કહ્યું કે, તે અમને પોતાની નજીક આવવા દેતો નથી, છતા પણ અમે જે કંઇ પણ આપીએ છીએ તે દૂરથી જ લઈ લે છે અને ખાઈ લે છે. જ્યારે પણ Callitxe Nzamwita કોઈ મહિલાને પોતના ઘરની ખૂબ નજીક જુએ છે તો દોડીને ઘરની અંદર ભાગી જાય છે અને પોતાને ઘરની અંદર બંધ કરી લે છે. માનવામાં આવે છે કે Callitxe Nzamwita ગાઇનોફોબિયા નામક એક વૈજ્ઞાનિક સ્થિતિથી પીડિત છે, જેમાં વ્યક્તિને મહિલાઓથી અજીબ ડર લાગે છે.

આ કેવી છે બીમારી?

ગાઈનોફોબિયાના લક્ષણોમાં મહિલાઓ પ્રત્યે અત્યાધિક ડર સામેલ હોય શકે છે, જે તેમની બાબતે વિચારવા માત્રથી ઉત્પન્ન થઈ જાય છે. એ સ્થિતિ ચિંતા અને ડરના કારણે આ ફોબિયા ડેઇલી લાઈફમાં પણ ખૂબ પરેશાનીનું કારણ બને છે. આ ફોબિયાથી પીડિત લોકોને પેનિક એટેક, છાતીમાં જકડાશ, અત્યાધિક પરસેવો આવવો, હૃદયના ધબકાર તેજ થવા અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની સંભાવના છે. અન્ય લક્ષણોમાં પેટ ખરાબ થવું અને મહિલાઓની નજીક કે તેમની બાબતે વિચારવા પર બેહોશી અનુભવવું સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp