આ 'ઘૃણાસ્પદ' વસ્તુમાંથી ગળાનો હાર બનાવવાનો હતો, મહિલા એરપોર્ટ પર પકડાઈ ગઈ

PC: kstp.com

US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને ગળાનો હાર બનાવવા માટે જિરાફનો મળ લઈ જતી એક મહિલાને નિશાન બનાવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવા અસામાન્ય ઘરેણાંના કારણે કોઈપણ વ્યક્તિ ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે. જો આવું થાય, તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

કોઈ વ્યક્તિ વિચિત્ર હોય કે ન હોય, તે ચોક્કસથી બીજાથી પોતાને અલગ દેખાડવા માટે વિચિત્ર શોખ અપનાવીને લાઈમલાઈટમાં આવે છે. હવે અમેરિકાના મિનેસોટાની એક મહિલાને જ જોઈ લો. જિરાફના મળને કારણે એરપોર્ટ પર કસ્ટમના ચક્કરમાં અટવાઈ મહિલા. વાસ્તવમાં મહિલા ગળાનો હાર બનાવવા માટે જિરાફના મળનો ઉપયોગ કરવા માગતી હતી. તે ગળાનો હાર બનાવવા માટે કેન્યાથી એક બોક્સમાં જિરાફનો મળ લાવી હતી, પરંતુ એરપોર્ટ પર કસ્ટમ્સ દ્વારા તેને નિશાન બનાવવામાં આવી હતી. હાલમાં અધિકારીઓ દ્વારા મળના ડબ્બાને જપ્ત કરવામાં આવ્યા છે.

US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 29 સપ્ટેમ્બરે મિનેસોટાના મિનેપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટ પર પહોંચ્યા પછી જ્યારે મહિલાના સામાનની તપાસ કરવામાં આવી હતી, ત્યારે તેણે એક નાના ડબ્બા પર પોતાનો દાવો કર્યો હતો. નિવેદન અનુસાર, સુરક્ષા તપાસમાં રોકાયેલા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે બોક્સ ખોલ્યા પછી, તેમને અંદરથી જિરાફનો સુકાઈ ગયેલો મળ મળ્યો.

પ્રારંભિક તપાસ દરમિયાન, મહિલાએ અધિકારીઓને જણાવ્યું હતું કે, તેણે કેન્યાના પ્રવાસ દરમિયાન જિરાફનો મળ ફક્ત એટલા માટે જ ઉપાડ્યો હતો કે જેથી કરીને તે તેનાથી ગળાનો હાર બનાવી શકે. અને તેથી જ તે તેને પોતાની સાથે લઈ આવી હતી. મહિલાએ અધિકારીઓને એમ પણ કહ્યું કે, આ કંઈ પહેલી વાર નથી કે તેણે આવું કંઈ કર્યું હોય. ભૂતકાળમાં તેણે હરણના મળમાંથી ગળાનો હાર પણ બનાવ્યો છે અને તેણે પહેર્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકા જેવા દેશમાં જિરાફનો મળ લાવવો સરળ નથી, મિનેસોટા પબ્લિક રેડિયોના જણાવ્યા અનુસાર, જો વ્યક્તિ પાસે તેને લાવવાની પરમિટ હોય અને તેનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવે તો જ તે લાવી શકાય છે.

રેડિયો સ્ટેશને જણાવ્યું હતું કે, મહિલાને પ્રતિબંધોનો સામનો કરવો પડશે નહીં, કારણ કે તેણે મળ જાહેર કર્યો હતો અને કસ્ટમ અધિકારીઓને તે સોંપી પણ દીધો હતો. હાલમાં એજન્સીના કૃષિ તજજ્ઞો દ્વારા જીરાફના મળનો નાશ કરવામાં આવ્યો છે.

અમે તમને જણાવી દઈએ કે, આફ્રિકન સ્વાઈન ફીવર, ક્લાસિકલ સ્વાઈન ફીવર, ન્યુકેસલ ડિસીઝ, ફુટ એન્ડ માઉથ ડિસીઝ અને સ્વાઈન વેસિક્યુલર ડિસીઝ કેન્યામાં એવા રોગો છે જેને US કસ્ટમ્સ અધિકારીઓએ એક મોટા જોખમ તરીકે ગણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp