બ્રિટનના PM આવાસમાં 13 વર્ષથી આ બિલાડી ઓફિસર તરીકે કામ કરે છે
બ્રિટનના PM હાઉસમાં 5 પ્રધાનમંત્રી આવ્યા અને ગયા, પરંતુ એર મહેમાન એવું છે જે 13 વર્ષથી અહીં હાજર છે અને મજાથી રહે છે. બ્રિટિશ પ્રધાનમંત્રીનું આવાસ 10 ડાઉનીંગ સ્ટ્રીટમાં આવેલું છે.
કીર સ્ર્ટાર્મર છઠ્ઠા પ્રધાનમંત્રી હશે જેની સાથે આ મહેમાન કામ કરશે. આ કોઇ માનવીની વાત નથી, પરંતુ બિલાડીની વાત છે, જેનું નામ લૈરી છે. આ બિલાડી PM હાઉસની ચીફ માઉસર ઓફિસર છે.
લૈરીનું 13 વર્ષથી 10 ડાઇનીંગ સ્ટ્રીટમાં સત્તાવાર ઠેકાણું છે. લૈરીને 2011માં એક રેસ્કયુ સેન્ટરમાંથી લાવવામાં આવી હતી, ત્યારે તેની ઉંમર 4 વર્ષની હતી. આ બિલાડીની જવાબદારી એ છે કે PM હાઉસમાં આવતા મહેમાનોનું અભિવાદન કરવું અને ઉંદરોનો ખાતમો બોલાવવો. આ પહેલાં લૈરી ડેવિડ કેમરૂન, થેરેસા મે, બોરિસ જોન્સન, લીઝ ટ્રસ અને છેલ્લી રિશી સુનકના કાર્યકાળમાં કામ કરી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp