બ્રિટનના ‘કિંગ’થી પણ વધુ અમીર છે આ ભારતીય મહિલા

PC: metro.co.uk

બ્રિટનના પ્રધાનમંત્રી રૂષિ સુનકની મૂળ ભારતીય પત્ની અક્ષતા મૂર્તિ બ્રિટનના કિંગથી પણ વધુ અમીર છે. ન્યૂઝ એજન્સી AFPના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અક્ષતા મૂર્તિ ભારતની પ્રમુખ I.T. સર્વિસીઝ કંપની Infosys ના કો-ફાઉન્ડર એન.આર.નારાયણ મૂર્તિની દીકરી છે. 

આટલી છે અક્ષતા મૂર્તિની નેટવર્થ

રિપોર્ટ અનુસાર, અક્ષતાની પાસે Infosysની 0.90 ટકા ભાગીદારી છે, જેનું મૂલ્ય 43 કરોડ ડોલર છે. આ ઉપરાંત તેને અંદાજે 1.15 કરોડ પાઉન્ડનું વાર્ષિક ડિવિડન્ડ પણ મળે છે. આ રીતે 42 વર્ષીય અક્ષતા મૂર્તિની પાસે અંદાજે 69 કરોડ પાઉન્ડ (6,834 કરોડ રૂપિયાથી વધુ)ની કુલ સંપત્તિ છે. તેમજ, ‘2021 Sunday Times Rich List’ અનુસાર, બ્રિટનના શાહી પરિવાર પાસે અંદાજે 35 કરોડ પાઉન્ડ પ્રાઈવેટ સંપત્તિ હતી.

સુનક દંપત્તિની પાસે 70 લાખ પાઉન્ડના પાંચ બેડરૂમનું ઘર સહિત લંડનમાં ઓછામાં ઓછી ચાર પ્રોપર્ટીઝ છે, તેમની પાસે કેલિફોનિયામાં એક ફ્લેટ પણ છે. અક્ષતા વેન્ચર કૈપિટલ કંપની Catamaran Venturesની ડિરેક્ટર પણ છે, તેને 2013મા સુનકની સાથે મળીને આ કંપનીની શરૂઆત કરી હતી.

જો કે, અક્ષતા મૂર્તિએ આ અઠવાડિયામાં કહ્યું હતું કે, તેની Infosys ભાગીદારીથી રિટર્ન માત્ર બ્રિટનની બહાર ટેક્સેશન માટે જવાબદાર છે. અક્ષતાએ 2010મા પોતાનો ફેશન લેબલ, અક્ષતા ડિઝાઈન્સ શરૂ કર્યો હતો. 2011ના વોગ પ્રોફાઈલના અનુસાર, તે Indian-meets-Western fusion કપડા બનાવવા માટે લાંબા અંતરના ગામોના આર્ટીસ્ટ સાથે કામ કરે છે.

આ કારણે ફસાયો છે સુનક

અક્ષતા મૂર્તિના પિતા એન.આર.નારાયણ મૂર્તિએ 1981મા પોતાના અન્ય સાથીઓ સાથે મળીને Infosysની સ્થાપના કરી હતી. આ પ્રમુખ કંપનીએ ભારતની પૂરી I.T.સર્વિસીઝ ઇન્ડસ્ટ્રીમાં મોટો ચેન્જ લાવવાનું કામ કર્યું છે. મૂર્તિએ પોતાની પત્ની પાસેથી 10 હજાર રૂપિયા ઉધાર લઈને આ કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીની વેલ્યુ હવે 100 બિલિયન ડોલરની આસપાસ છે અને આ વોલ સ્ટ્રીટ પર લિસ્ટમાં શામેલ થનાર પ્રથમ ભારતીય કંપની બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp