31 વર્ષથી જેલમાં બંધ ઇરાનની આ મહિલાને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર,13 વખત ધરપકડ

PC: nytimes.com

ઇરાનની એક એવી મહિલાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે જે 31 વર્ષથી જેલમાં બંધ છે, હજુ પણ જેલમાં સજા ભોગવી રહી છે. જેમને 154 કોડાની સજા પણ કરવામાં આવી હતી, પરંતુ મહિલાઓ સામે અત્યાચાર સામેનો અવાજ તેમણે બંધ નહોતો કર્યો.

ઈરાનની મહિલાઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવનાર માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કારની નવાજેશ કરવામાં આવી છે. નરગીસ મોહમ્મદી એ બહાદુર મહિલાનું નામ છે, જેની ઈરાન સરકાર દ્વારા 13 વખત ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમના બુલંદ હોંસલામાં ઘટાડો થયો નહોતો.

નરગીસની બહાદુરીનો અંદાજ તમને એ વાત પરથી આવશે કે તેણી 31 વર્ષથી જેલમાં સજા કાપી રહી છે અને તેણીને 154 કોડાની સજા પણ ફરમાવવામાં આવી હતી.નરગીસ મોહમ્મદીને જ્યારે આ સર્વોચ્ય પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ત્યારે પણ તેણી જેલમાં જ છે. નોબલ પુરસ્કાર સમિતિના કહેવા મુજબ નરગીસે પોતાના સંઘર્ષ માટે મોટી કિંમત ચુકવવી પડી છે.

ફ્રન્ટ લાઈન ડિફેન્ડર્સ રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન અનુસાર ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગીસ તેહરાનની ઈવિન જેલમાં સજા ભોગવી રહી છે. નરગીસ મોહમ્મદી પર ઈરાનના શાસન વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરવાનો પણ આરોપ છે.

નરગીસ મોહમ્મદીની સક્રિયતા 1990 ના દાયકામાં શરૂ થઈ, જ્યારે, ફિઝિક્સની સ્ટુડન્ટ તરીકે, તેણીએ સમાનતા અને મહિલા અધિકારોની હિમાયત કરવાનું શરૂ કર્યું. નોબેલ સમિતિએ કહ્યું કે નરગીસ મોહમ્મદે સતત ભેદભાવ અને ઉત્પીડન સામે વિરોધ નોંધાવ્યો છે.

નરગિસે મહિલાઓને સન્માનજનક જીવન જીવવાના અધિકાર માટે સંઘર્ષની વકાલત કરી હતી. ઇરાનમાં આ એક એવો મુદ્દો છે, જેના માટે તેમના દેશમાં મોટાભાગે ઉત્પીડન, જેલની સજા, યાતના અથવા મોતનો સામનો કરવો પડે છે.

નોબેલ પ્રાઇસ કમિટીએ કહ્યુ કે નરગિસ મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતાને દબાવનારા નિયમોને પડકારતી હતી. તેણી વારંવાર પુરા જોરથી મહિલાઓની અભિવ્યક્તિની આઝાદી અને સ્વતંત્રતાના મુદ્દાને ઉઠાવતી રહી છે.

તેહરાનની એવિન જેલની અંદર નરગીસ મોહમ્મદીએ ગત વર્ષે કુર્દિશ મહિલા મહસા અમીનીના મોત બાદ થયેલા વિરોધ પ્રદર્શનમાં માત્ર સમર્થન જ આપ્યું ન હતું, પરંતુ લોકોને તેની સામે એકઠા થવા માટે જાગૃત પણ કર્યા હતા. જેલની કઠોર પરિસ્થિતિઓમાં પણ, તેણી બહારની દુનિયા સાથે સવાંદ કરવામાં સફળ રહી.

ન્યૂયોર્ક ટાઈમ્સે મહસા અમીનીના મોતની વરસી પર નરગીસનો લેખ પ્રકાશિત કર્યો હતો. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં તેમના લેખનું શીર્ષક હતું, The More Of Us They Lock Up, The Stronger We Become . મતલબ કે અમારામાંથી જેટલા વધુ લોકોને તેઓ જેલમાં બંધ કરશે,તેટલા મજબૂત અમે બનીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp