આ 9 વર્ષનો છોકરો છે અબજોપતિ, લાઈફસ્ટાઇલ એવી કે ફોટો જોઈને તમે ચોંકી જશો

PC: instagram.com/momphajnr/

આફ્રિકાનો શ્રીમંત વ્યક્તિ મોંફા જુનિયર ઉર્ફ મુહમ્મદ અવલ મુસ્તફા માત્ર 9 વર્ષનો છે. એમના વિશે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એ આફ્રિકાનો સૌથી શ્રીમંત વ્યક્તિ છે. મોંફાની પાસે સુપરકાર્સનો ઝખીરા અને અનેક આલિશાન મહેલ પણ છે.

ડેલી સ્ટારનાં અનુસાર, મોંફા હાલમાં 10 વર્ષનો પણ નથી થયો. પણ પોતાની શાન શૌકત પોતાના Instagram એકાઉન્ટ પર લોકોને બતાવે છે. તેના Instagram એકાઉન્ટ પર 25 હજાર ફોલોઅર્સ છે. મોંફા પોતાના પ્રાઈવેટ જેટનાં પણ અનેક ફોટો શેર કરે છે. તેમના પિતા ઇસ્માલિયા મુસ્તફા પણ Instagram પર પોતાની મોંઘી લાઈફસ્ટાઈલ બતાવવા માટે પ્રખ્યાત છે. તે નાઈઝીરીયાનાં લાગોસ દ્વીપમાં ઉપસ્થિત Mompha Burea De Change નાં CEO છે.

તેઓ દુબઈ અને નાઈઝીરીયામાં રહેલ પોતાની સંપત્તિને સોશિયલ મીડિયા પર બતાવે છે. તેમની પાસે અનેક સુપરકાર્સ, પ્રાઈવેટ જેટ, શાહી મહેલ છે. તેમજ મોંફા જુનિયરને જોઈને લાગે છે કે તેમના પર તેમના પિતાનો ખૂબ પ્રભાવ પડી ગયો છે. તેના Instagram પેજ પર જે ફોટોઝ જોવા મળે છે કે તે મોંઘા કપડાઓ પહેરે છે.  

વિશેષ વાત એ છે કે 6 વર્ષની ઉમરમાં તેના પિતાએ સિલ્વર રંગની બેન્ટલે (Bentley) કાર ખરીદીને આપી હતી. તેમજ મોંફા જુનિયરની પ્રશંસા કરતા તેના પિતાએ લખ્યું કે, સૌથી નાની ઉમરનો લેન્ડલોર્ડ, જે Gucci ના કપડા પહેરે છે અને એનું પોતાનું ઘર પણ છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp