પુરુષોને આકર્ષવા માટે 'લેડી જેમ્સ બોન્ડ'નો આ 'કોર્સ' તમારા હોશ ઉડાવી દેશે!
જાસૂસોની દુનિયા જેટલી રસપ્રદ છે એટલી જ ગુપ્ત છે. તેમની વચ્ચે રહેલા હોય તો પણ સામાન્ય લોકો માટે તેમને ઓળખવું લગભગ અશક્ય છે. લોકોને એ વાત પણ આશ્ચર્ય કરે છે કે, આખરે આ જાસૂસોની તાલીમ કેટલી કડક રહેતી હશે કે તેઓ આટલા રહસ્યમય હોય છે. ઘણા મહાન જાસૂસોની વાર્તાઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ તેમની સાચી ઓળખ સાથે તેમને જાહેરમાં મળવું લગભગ અશક્ય છે. આવી જ એક ભૂતપૂર્વ રશિયન જાસૂસ આ દિવસોમાં સમાચારમાં છવાયેલી છે.
વિદેશી એજન્ટોને વાતોમાં ફસાવીને તેમની પાસેથી વાતો કઢાવવામાં હોશિયાર મહિલા ડિટેક્ટીવ આલિયા રોઝાએ તેની ટિપ્સ અને યુક્તિઓને જાહેર કરી છે. આ ઉપરાંત, 39 વર્ષીય આલિયા, જે પોતાને 'મહિલા જેમ્સ બોન્ડ' કહે છે, તે હવે આ ટ્રિક શીખવવા માટે પ્રતિ કલાક 200 (20 હજાર) પાઉન્ડનો કોર્સ ચલાવે છે, જેમાં તે પુરુષોની સાઇકોલોજીને સમજવા માટેના વર્ગો ચલાવી રહી છે.
તે આ કોર્સમાંથી દર વર્ષે 1.5 મિલિયન (આશરે રૂ.15 કરોડ) પાઉન્ડ કમાય છે. આલિયા પાસે 2,000 સભ્યોની એક ટીમ છે. આલિયાએ કહ્યું કે, આ કોર્સ કોઈપણ મહિલા કરી શકે છે. તેણે આગળ કહ્યું, 'જ્યારે હું સત્ર યોજું છું, ત્યારે ખાસ ટ્રિક્સ શીખવવા માટે હું લોકોને ફેશન પ્રેઝન્ટેશન અથવા બપોરની ચા માટે આમંત્રિત કરું છું. ત્યાં તેઓ આવે છે, એકબીજાને મળે છે, હરે ફરે છે, દારૂ પીવે છે અને એકબીજા સાથે સંપર્ક બનાવતા રહે છે.
તેણીએ કહ્યું, "મારા માતા અને પિતા બંને સોવિયેત સિક્રેટ સર્વિસીસનો ભાગ હતા, તેથી મને લાગે છે કે મારા માટે પણ આ વ્યવસાયમાં જવું સ્વાભાવિક હતું. તેઓએ મને જાસૂસી વિશે બધું શીખવ્યું, કેવી રીતે ચાલવું, મેકઅપ કેવી રીતે લગાવવો અને, સૌથી મહત્વની બાબત એ છે કે, પુરુષોની સાઇકોલોજીને કેવી રીતે સમજાવી.
આલિયાએ કહ્યું, 'તે એક મહિલા જેમ્સ બોન્ડ બનવા જેવું હતું. તેણે મારો કરિશ્મા બનાવ્યો - મારી આભાને નિખાર આપ્યો અને મને પુરૂષોને આકર્ષવાની ટેક્નિક શીખવી. આ બધી ટેકનિક મેં મારા રોજિંદા જીવનમાં શરૂઆતથી જ અપનાવી લીધી હતી. પછી ભલે તમે જાડા હો. ટૂંકી હાઈટવાળા હો, કે પછી કોઈ પણ હોય, તમારો શારીરિક દેખાવ ઘણો મહત્વ ધરાવે છે.
તેણે કહ્યું કે 'દરરોજ અરીસાની સામે ઉભા રહેવું અને તમારી જાતને જોવી અને તમારા વિશે તમને ગમતી પાંચ સારી બાબતો શોધો જે તમને પસંદ હોય. તે ચહેરાના લક્ષણો હોય શકે છે, અથવા તમારા પગ અથવા હાથ પણ હોઈ શકે છે. તે તમારા મનને છેતરીને એવું વિચારવા જેવું છે કે, ' હું એક દેવી છું, હું સર્વશ્રેષ્ઠ છું.'
આલિયા શીખવે છે કે, પ્રશ્નોના સીધા જવાબો ક્યારેય ન આપો, પહેલી ડેટ પર ક્યારેય કોઈ પુરુષ સાથે સૂવું નહીં, તમારો આત્મવિશ્વાસ વધારવા માટે તમારી જાતને એકદમ સજાવીને એટલે કે હંમેશા બનીઠનીને રહો, ડેટ પર જતા પહેલા તમારી જાતને એકદમ સુંદર રીતે તૈયાર કરો, એવો દેખાવો કરો કે જે માણસ સાથે તમે ડેટિંગ પર જાવ છો તેના વિષે તમે કંઈક તો સાંભળેલું છે, અને તે માણસને ફક્ત એ જ વિચારતો રહેવા દો કે તમે કોણ છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp