શેઠ ઓછો પગાર આપતા હતા, વિરોધ કરવા અપનાવી આ અનોખી રીત

PC: aajtak.in

ઓછી સેલેરીનો વિરોધ કરવા એક વ્યક્તિએ અનોખી રીત અપનાવી છે, તે પોતાનું સામાન લઈને ઓફિસમાં શિફ્ટ થઇ ગયો છે. વ્યક્તિનું કહેવું છે કે, તેની સેલેરી એટલી ઓછી છે, કે તે ભાડાના મકાનમાં પણ રહી શકતો નથી, આ જ કારણે તેણે ઓફિસમાં જ રહેવાનું શરૂ કર્યું. તે પોતાની ડેસ્કની નીચે સ્લીપિંગ બેગમાં સૂવે છે.

આ મામલો અમેરિકાનો છે, જ્યાં TikTok પર સિમોન નામના વ્યક્તિએ એક વીડિયો અપલોડ કરીને આ ઘટના વિશે જણાવ્યું હતું. વીડિયોમાં સિમોન પોતાનું જરૂરી સામાનને લઈને ક્યુબીકલમાં શિફ્ટ થતા જોઈ શકો છો.

‘ઓફિસમાંથી એટલી સેલેરી નથી મળતી કે ઘરનું ભાડું ચૂકવી શકું’

સિમોન કહે છે કે, તે ઘરેથી સામાન લઈને અહિંયા રહેવા માટે આવ્યો. કેમ કે, ઓફિસમાં તેને એટલી સેલેરી નથી મળતી કે, તે ઘરનું ભાડું આપી શકે છે. સિમોનના પ્રમાણે, તેના મહત્તમ કલિગ્સ ઘરેથી જ કામ કરી રહ્યા છે. ઓફિસ ખાલી રહે છે, જેથી તેને રહેવા માટે પૂરતી જગ્યા મળી જાય છે.

સિમોને ઓફીસના કેબિનમાં કપડા, બેગ, સ્લીપિંગ બેગ વગેરે લગાવીને તેને ઘર બનાવી દીધું છે, તે નહાવા અને કપડા ધોવા માટે ઓફિસના બાથરૂમનો ઉપયોગ કરે છે અને ઓફિસના ફ્રીજમાં જ પોતાની ખાવા-પીવાની વસ્તુઓ રાખે છે. જો કે, 3-4 દિવસ બાદ જ ઓફિસ તરફથી સિમોનને આવું ન કરવા માટે નિર્દેશ આપવામાં હતા. સાથે જ HR એ તેમને સોશિયલ મીડિયાથી ઓફિસમાં રહેવાનો વીડિયો હટાવવા માટે પણ કહ્યું હતું. TikTok પર સિમોનના આ વીડિયોને અંદાજે 12 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp