સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે ઠુકરાવી 2500 કરોડની સંપત્તિ, અનોખી લવ સ્ટોરી

PC: indiatimes.com

મોટા ભાગે તમે એ સાંભળ્યું હશે કે સાચા પ્રેમ માટે લોકો પોતાનું સર્વસ્વ ગુમાવતા પણ પાછળ હટતા નથી. એવું એક છોકરીએ સાબિત કરીને પણ દેખાડ્યું છે. તેનું નામ છે એન્જેલિસ ફ્રાન્સિસ. તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે 2,500 કરોડ રૂપિયાની સંપત્તિ ઠુકરાવી દીધી. તેનો બોયફ્રેન્ડ એક સામાન્ય પરિવારનો છે, જ્યારે છોકરી અબજપતિની દીકરી છે, એન્જેલિનના પિતા મલેશિયાના મોટા બિઝનેસમેન ખૂ કે પેંગ અને માતા પૂર્વ મિસ મલેશિયા પોલીન ચાય છે.

તે પોતાના બોયફ્રેન્ડ જેદિહા ફ્રાન્સિસ સાથે ઓક્સફોર્ડમાં ભણવા દરમિયાન મળી હતી, ત્યારબાદ બંને એક બીજાને દિલ દઈ બેઠા. એન્જેલિનના પિતા કોરસ હોટલ્સના ડિરેક્ટર છે, તેઓ મલેશિયાના 44માં સૌથી અમીર વ્યક્તિ છે. જ્યારે તેમના પરિવારને પ્રેમ બાબતે ખબર પડી તો ઘરે ખૂબ હોબાળો મચ્યો. એન્જેલિનના પિતાએ આર્થિક સ્તર પર અંતર હોવાના કારણે આ પ્રેમને મંજૂરી ન આપી.

તેમણે પોતાની દીકરી સામે શરત રાખી કે તેને અથવા તો વારસામાં સંપત્તિ મળી શકે છે કે પછી માત્ર બોયફ્રેન્ડ. એવામાં એન્જેલિને ખુશી ખુશી પોતાના બોયફ્રેન્ડને પસંદ કર્યો. ત્યારબાદ એન્જેલિને વર્ષ 2008માં જેદાહ ફ્રાન્સિસ સાથે લગ્ન કરી લીધા. તેણે સાબિત કરી દીધું કે પ્રેમ દરેક વસ્તુને હરાવી શકે છે. ત્યારથી બંને પરિવારથી દૂર રહે છે. એન્જેલિને પોતાની લક્ઝરી લાઈફને છોડીને પોતાના પ્રેમની પસંદગી કરી.

એવું પહેલી વખત થયું નથી, જ્યારે કોઈએ પ્રેમ માટે સંપત્તિ ઠુકરાવી દીધી હોય, પરંતુ વર્ષ 2021માં જાપાનની રાજકુમારી મોકોએ પોતાના બોયફ્રેન્ડ કેઈ કોમુરોઆ સાથે લગ્ન કરવા માટે એવી જ રીતે પોતાની સંપત્તિ ઠુકરાવી દીધી હતી. આ બંનેની મુલાકાત પણ કૉલેજમાં થઈ હતી. કેઈ કોઈ શાહી પરિવારથી નથી. તે એક સામાન્ય વ્યક્તિ છે. એવામાં મોકોને પોતાના પરિવાર તરફથી મળતો વારસો અને તે (બોયફ્રેન્ડ)માંથી કોઈ એકને પસંદ કરવાનું હતું. રાજકુમારી માકો જાપાનના રાજાની ભત્રીજી છે, પરંતુ લગ્ન બાદ તેમણે પ્રેમ માટે પોતાની ઉપાધિ છોડી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp