પાક. છોડી રહી છે TikTok સ્ટાર જન્નત, કહ્યું- અહીંના લોકોની માનસિકતા સારી નથી

PC: thenews.com

પાકિસ્તાનમાં ચાઈનીઝ એપ TikTok બેન કરાયા બાદ પાકિસ્તાનના રહેવાસીઓ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પાકિસ્તાનમાં TikTok બેન થવાના ઘણા દિવસો બાદ પાડોશી દેશની જાણીતી TikTok સ્ટાર જન્નત મિર્ઝાએ પાકિસ્તાન છોડવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની જાણકારી પાકિસ્તાનના લોકલ ન્યૂઝ ચેનલે આપી છે. જન્નત મિર્ઝા પાકિસ્તાનમાં TikTok સ્ટારના રૂપમાં ખૂબ જ જાણીતી છે. TikTok પર તેના 10 મિલિયન ફોલોઅર્સ હતા, જોકે પાકિસ્તાનમાં TikTok બેન થયા બાદ જન્નત મિર્ઝા અને તેના ફેન્સ ખૂબ જ નિરાશ છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે એક ફેને પૂછ્યું, જન્નત તું અને અલીસબા આ ટેક્સ્ટના જવાબ શા માટે નથી આપી રહ્યા. તું જાપાનમાં શા માટે શિફ્ટ થઈ રહી છે? તેના જવાબમાં પાકિસ્તાની TikTok સ્ટાર જન્નતે જવાબ આપ્યો, કારણ કે પાકિસ્તાન ખૂબ જ પ્રિય અને સારો દેશ છે. પરંતુ પાકિસ્તાનના લોકોની મેન્ટાલિટી સારી નથી.

તમને જણાવી દઈએ કે, 9 ઓક્ટોબરે પાકિસ્તાન ભારત અને અમેરિકા સહિત એ દેશોની લાઈનમાં સામેલ થઈ ગયો, જ્યાં ચીનની એપ TikTok બેન છે. જોકે, પાકિસ્તાનને ચીનનો બેસ્ટ ફ્રેન્ડ માનવામાં આવે છે, આથી કોઈને પણ તેની પાસે આવી અપેક્ષા નહોતી. પાકિસ્તાનના દૂરસંચાર નિયામક પીટીએએ લોકપ્રિય ચીની શોર્ટ વીડિયો એપ TikTok પર બેન લગાવ્યા બાદ કહ્યું કે, તેણે આ પ્રતિબંધ અનૈતિક સામગ્રીને લઈને મળેલી વિવિધ ફરિયાદોને પગલે લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ચીનની સોશિયલ મીડિયા એપ TikTokને ગુપચુપરીતે બેન કરી દીધુ છે. આરોપ છે કે, આ એપ દ્વારા અશ્લીલતા ફેલાઈ રહી હતી અને તેને કારણે રેપ અને બાળકોના યૌન શોષણની ઘટનાઓ વધી રહી હતી. થોડાં દિવસ પહેલા વડાપ્રધાન ઈમરાન ખાનના એક સલાહકારે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન TikTok જેવી એપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા માગે છે. ભારતમાં તેને થોડાં મહિનાઓ પહેલા જ બેન કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાન સરકારે TikTokને બેન કરવાની આધિકારીક જાહેરાત નહોતી કરી. માનવામાં આવી રહ્યું છે કે, આવુ ચીનની નારાજગીથી બચવા માટે કરવામાં આવ્યું.

આ અંગે પાકિસ્તાન સરકારના એક ઓફિસરે માન્યું કે TikTok પર બેન લગાવવામાં આવ્યો છે. આ ઓફિસરે કહ્યું- દેશના ઘણા ભાગોમાં માગ ઉઠી રહી હતી કે TikTok દ્વારા અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે અને તે પાકિસ્તાન જેવા ઈસ્લામિક દેશમાં સહન ના કરી શકાય. અમે ઘણીવાર TikTok સાથે વાત કરી અને તેમને કહ્યું કે તે પોતાની એપ પરથી આપત્તિજનક કન્ટેન્ટ હટાવી દે. પરંતુ તેમણે એવુ ના કર્યું. આથી અમારે આ પગલું ઉઠાવવું પડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp