ટીપુ સુલતાનની આ પેઇન્ટિંગ લંડનમાં એટલા રૂપિયામાં વેચાઈ કે તમે પણ ચોંકી જશો

PC: twitter.com

1780મા ઈસ્ટ ઈન્ડિયા કંપની પર મૈસૂરના શાસક હૈદરઅલી અને તેનો દીકરો ટીપુ સુલતાનની ઐતિહાસિક જીતને દર્શાવતી એક સ્પષ્ટ રૂપથી ચિત્રિત પેઇન્ટિંગ બુધવારે લંડનમાં 6,30,000 પાઉન્ડ (6.32 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી.

10 સપ્ટેમ્બર 1780એ બીજા એંગ્લો-મૈસૂર યુદ્ધમાં થયેલી ‘દ બેટલ ઓફ પોલિલૂર’ની પેઇન્ટિંગ સોથબી ઓકશન હાઉસમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. પોતાના વિજયની ઉજવણી કરવા માટે ટીપુ સુલતાને ઈ.સ.1784મા સેરિંગપટ્ટમમાં નવ-નિર્મિત દરિયા દૌલત બાગમાં ‘પોલીલૂરનું યુદ્ધ’ની એક પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી હતી.

એક્સપર્ટે જણાવ્યું કે, પેઇન્ટિંગમાં ક્યાં દૃશ્યોને બતાવ્યું છે

સોથબીના વિશેષજ્ઞ વિલિયમ ડેલરિમ્પ્લે કહ્યું કે, ‘આ પેઇન્ટિંગમાં આતંક, અરાજકતા અને યુદ્ધની હિંસા જોવા મળી રહી છે. આ નિશ્ચિત સંસ્થાનવાદની હારનો સૌથી મોટો ભારતીય ફોટો છે, જે આજે પણ ઉપલબ્ધ છે, આ અદ્વિતીય અને શાનદાર કલાકૃતિ છે.’ વિલિયમ ડેલરિમ્પલ ‘દ એનાર્કી: દ રિલેન્ટલેસ રાઈઝ ઓફ દ ઇસ્ટ ઇન્ડિયા કંપની’ પુસ્તકના લેખક પણ છે.

તેને કહ્યું કે, ‘ટીપુ સુલતાન અંદાજે સૌથી મોટો પ્રતિદ્વંદ્ધી હતો, જેનો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તે સમયે સામનો કર્યો હતો. ટીપુએ બતાવ્યું કે, ભારતીયો તેની સાથે લડી શકે છે અને જીતી શકે છે. પોલીલુરના યુદ્ધમાં પ્રથમ વાર કોઈ યૂરોપીય સેના ભારતથી પરાજિત થઇ હતી.’

‘દ બેટલ ઓફ પોલીલૂર’ની પેઇન્ટિંગ 32 ફૂટ લાંબી

ઓકશન હાઉસ અનુસાર, ઓરિજનલ પોલીલૂરની ત્રણ નકલો છે. વડોદરા સંગ્રહાલયમાં એક મિનિએચરમાં ત્રણ વિગતો, શ્રુંખલાના વર્ગોને દર્શાવતી 24 પ્રારંભિક પેઇન્ટિંગ અને આ અઠવાડિયામાં વેચાણ થયેલી પૈનોરમા, મુગલ ઇતિહાસકાર ગુલામ હુસૈન ખાનના મુજબ, પેઇન્ટિંગ અંદાજે 32 ફૂટ લાંબી છે, જે 10 મોટા કાગળો પર ફેલાયેલી છે. આ પેઇન્ટિંગ તે ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ગોળા-બારૂદ ફાટી જાય છે અને બ્રિટીશ ચોક તૂટી જાય છે, જ્યારે ટીપુની ઘોડેસવાર સેના જમણી અને ડાબી બાજુથી આગળ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp