26th January selfie contest

આ દેશમાં મહિલાઓની હાલત બની કફોડી, માછીમારો માછલીના બદલામાં કરે છે સેક્સની માગણી

PC: npr.org

ત્રણ બાળકોની વિધવા માં કેથરીન (બદલેલું નામ) સતત ત્રણ દિવસો સુધી મલાવી સરોવરના તટ પર લુવુચીમાં માછલી પકડનારા એક કેમ્પમાં ગઈ જેથી તે માછલી ખરીદી શકે. પરંતુ, ત્રણેય દિવસ તેણે ખાલી હાથ પાછા આવવુ પડ્યું કારણ કે, તેણે માછીમારોને માછલીના બદલામાં સેક્સ આપવાની ના પાડી દીધી. વર્ષ 2018ની આ ઘટનાને યાદ કરતા કેથરીન જણાવે છે, મેં ત્રણ દિવસો સુધી તેને ના પાડી દીધી પરંતુ, પછી મારું અને મારા બાળકોનું જીવન મુશ્કેલ થતુ જઈ રહ્યું હતું. મને માછલી વેચવાની સખત જરૂર હતી કારણ કે, તે મારી આવકનું એકમાત્ર સાધન હતું. હવે 44 વર્ષની થઈ ચુકેલી કેથરીને અલજજીરા સાથે વાત કરતા જણાવ્યું, ચોથા દિવસે, હું પાછી તટ પર ગઈ. આ વખતે જ્યારે માછીમારોએ માછલીના બદલામાં સેક્સની માંગ કરી તો હું તેને ના ન પાડી શકી.

મલાવી સરકારના 2021ના વાર્ષિક આર્થિક રિપોર્ટ અનુસાર, માછલી પકડવી અને વેચવી દેશમાં 50000 કરતા વધુ લોકોને રોજગાર આપે છે અને દેશના સમગ્ર GDPમાં તેનું ચાર ટકા યોગદાન છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે, હાલના વર્ષોમાં અત્યાધિક માછલી પકડવી અને જળવાયુ પરિવર્તનના કારણે માછલીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો આવ્યો છે. ઉત્તરી મલાવી સ્થિત મજુજુ યુનિવર્સિટીમાં મત્સ્ય પાલન અને જળીય વિજ્ઞાનના એસોસિએટ પ્રોફેસર ફેનુએલ કપુતેનું કહેવુ છે કે, આ કારણે મલાવીના એ જિલ્લાઓમાં માછલીના બદલામાં સેક્સનું ચલણ શરૂ થઈ ગયુ છે, જે સરોવરના કિનારે સ્થિત છે. આ વિસ્તારોના લોકોની આવકનું પ્રમુખ સાધન માછલી પકડવી અને તેને વેચવી છે. આ ચલણ વિશેષરૂપે આ વિસ્તારોમાં વધુ છે જ્યાં માછીમારો પાસેથી માછલી ખરીદનારી મહિલાઓ ગરીબ છે.

તેમણે કહ્યું, નવેમ્બર અને ડિસેમ્બરના મહિનાઓમાં માછલીના બદલામાં સેક્સનું ચલણ વધી જાય છે. એવુ એટલા માટે કારણ કે, આ દરમિયાન માછલીઓ ખૂબ જ ઓછી મળે છે અને લોકોની વચ્ચે પ્રતિસ્પર્ધા વધુ હોય છે. 2012થી માછીમારોનું કામ કરી રહેલા ફ્રૈંક નખાનીએ દાવો કર્યો કે, તેમણે ક્યારેય માછલી માટે મહિલાઓ પાસે સેક્સની માંગ નથી કરી. જોકે, તેમણે એ જરૂર કહ્યું કે તેઓ લુવુચીમાં ઘણા એવા માછીમારોને જાણે છે જે આવુ કરે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, કેટલીક મહિલાઓ પોતે પણ માછીમારોને માછલીના બદલામાં પૈસાના બદલે સેક્સ ઓફર કરે છે.

તેમણે કહ્યું, કેટલીક મહિલાઓ પાસે જરા પણ પૈસા નથી હોતા આથી, તેઓ કહે છે કે માછલીની ચુકવણી પૈસાને બદલે તેઓ સેક્સથી કરશે. મલાવીમાં આ ટ્રેન્ડ ગુપચુપ રીતે ચાલી રહ્યો છે અને તેના મોટાભાગના મામલાઓ રિપોર્ટ નથી કરવામાં આવતા. આ કારણે માછલી માટે સેક્સમાં સામેલ માછીમારો અને માછલી વેચનારી મહિલાઓની સાચી સંખ્યાની જાણકારી મળવી મુશ્કેલ છે. રુમ્ફી જિલ્લાના માત્સ્યિકી વિભાગમાં કામ કરનારા ઓછનીલ ડુવેનું કહેવુ છે કે, આ પ્રથાએ મહિલાઓ અને માછીમારોને HIV અને AIDS ના જોખમમાં મુકી શકે છે. તેઓ કહે છે, ઘણા માછીમારો માછલી પકડવાના પોતાના કેમ્પ્સને બદલતા રહે છે. એવામાં જો તેઓ વાયરસથી સંક્રમિત હોય તો બીજા કેમ્પના લોકોને પણ તેનું સંક્રમણ આપી શકે છે.

કેથરીનનું સપનું હતું કે તે કોઈ સ્કૂલમાં બાળકોને ભણાવે પરંતુ, તેના જીવને એક અલગ જ મોડ લઈ લીધો. જ્યારે તે સ્કૂલમાં ભણી રહી હતી તો પોતાના પહેલા બાળક સાથે ગર્ભવતી થઈ ગઈ. આ કારણે તેણે પોતાનું ભણતર છોડવું પડ્યું. બે વર્ષો બાદ તેણે માછલી વેચવાનું શરૂ કર્યું. તેનો પતિ એક ક્લિનિકલ ઓફિસર હતો જેનું 2017માં મેલેરિયાના કારણે મૃત્યુ થઈ ગયુ. પતિના મોત બાદ પરિવારની જવાબદારી કેથરીન પર આવી ગઈ. તેણે 2018માં માછલીને ઓછી કિંમત પર ખરીદવા માટે ઘણા માછીમારો સાથે યૌન સંબંધ બનાવવા શરૂ કર્યા. માછલીના બદલામાં તેણે ઘણા વર્ષો સુધી પોતાના શરીરને વેચ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp