ટ્રમ્પ વિજેતા બન્યા, પરંતુ શું કમલા અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે?

PC: facebook.com/KamalaHarris

શું કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે? આ વાંચીને કદાચ તમે ચોંકી જશો. પરંતુ શક્યતા છે ખરી.અમેરિકામાં તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઇ તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને 312 ઇલેક્ટોરલ વોટ મળ્યા અને કમલા હેરિસને 226. ડોનાલ્ડ ટ્રમ્પને વિજેતા જાહેર કરવામાં આવ્યા, પરંતુ ટ્રમ્પ અમેરિકાના સત્તાવાર રાષ્ટ્રપતિ બનશે 20 જાન્યુઆરી 2025ના દિવસે.

અમેરિકાના બંધારણ મુજબ નવા રાષ્ટ્રપતિના હસ્તાંતરણ માટે આટલો સમય આપવામાં આવે છે. અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન છે અને બાઇડન 2 મહિના સુધી રાષ્ટ્રપતિ રહેશે. કમલા હેરિસની પાર્ટી ડેમોક્રેટીકના નેતાઓ જ માંગ કરી છે કે, જો બાઇડન રાજીનામું આપે અને 20 જાન્યુઆરી 2025 સુધી કમલા હેરિસને અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ બનવાની તક આપે. અમેરિકામાં કાયદા મુજબ આ શક્યુ છે. કમલા 2 મહિના માટે રાષ્ટ્રપતિ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp