દરિયામાં બે વાવાઝોડા ‘તેજ’ અને ‘હમુન’ તરખાટ મચાવી રહ્યા છે

અત્યારે દરિયામાં બે વાવાઝોડા તરખાટ મચાવી રહ્યા છે. એક અરબી સમુદ્ધમાંથી નિકળેલું ‘તેજ’ વાવાઝોડું અને બીજું બંગાળની ખાડીમાંથી ડીપ ડીપ્રેશનમાંથી વાવાઝોડામાં તબદિલ થયેલું ‘હમુન’ વાવાઝોડું. ભારતના હવામાન વિભાગે મંગળવારે સવારે અપડેટ આપ્યુ હતું કે ‘તેજ ’વાવાઝોડું યમનના દરિયાકાંઠે ટકરાઇ તેવી સંભાવના છે જ્યાપે હમુન વાવાઝોડું બાંગ્લાદેશમાં ટકરાઇ તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

આ બંને વાવાઝોડાની ભારતમાં કોઇ અસર નહીં થાય તેવું હવામાન વિભાગે કહ્યું છે. જો કે ‘હમુન’ વાવાઝોડું ઓડિશાના પારાદીપથી 230 કિ.મી, પશ્ચિમ બંગાળના દીઘાથી 240 કિ.મી અને બાંગ્લાદેશના ખેપુપુરાથી 280 કિ.મી દુર છે. ઓડિશામાંથી  હમુન વાવાઝોડું પસાર થશે એટલે આ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. હમુન વાવાઝોડું બાંગ્લાદેશના ખેપુપુરા અને ચટગાંવ વચ્ચે ટકરાઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp