સિંગલ નામ લખેલું હશે તો આ દેશમાં મુસાફરી કરવાની મંજૂરી નહીં મળે

PC: livemint.com

જો તમે કે તમારા જાણકાર કોઇ જલદી જ યુનાઇટેડ અરબ અમીરાત (UAE) જવાની તૈયારી કરી રહ્યું છે તો આ જાણકારી તમારા માટે ખૂબ જરૂરી છે. UAE સરકારે મુસાફરીના દિશા-નિર્દેશોમાં બદલાવ કર્યો છે. નવા નિર્દેશો હેઠળ, હવે જો કોઇ પણ વ્યક્તિના પાસપોર્ટ પર માત્ર સિંગલ નામ લખેલું હશે, એટલે કે સરનેમની કૉલમ ખાલી હશે, તો તે UAE નહીં જઇ શકે અને નહીં તો ત્યાંથી આવી શકે. UAE સરકારના જણાવ્યા મુજબ, બધા મુસાફરોના પાસપોર્ટ પર પ્રથમ અને અંતિમ, બંને નામ સ્પષ્ટ હોવા જોઇએ.

21 નવેમ્બરથી UAEએ આ નવા નિયમોને લાગૂ પણ કરી દીધા છે. UAE સરકારના સંદર્ભે એરલાઇન્સ કંપની ઇન્ડિગો તરફથી એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે, ઇન્ડિગોએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘UAE પ્રશાસનના નિર્દેશો મુજબ, જે મુસાફરોના પાસપોર્ટ પર સિંગલ નામ હશે, તે પછી ટૂરિસ્ટ હોય કે કોઇ પણ વિઝા પર હોય, તેને મુસાફરીની મંજૂરી નહીં આપવામાં આવે.

જો કે, કોઇ પાસે UAEના પર્મનેન્ટ વિઝા છે તો તેમને મુસાફરીની મંજૂરી હશે, પરંતુ તેના માટે તેને ફર્સ્ટ અને લાસ્ટ નેમ બંને કોલમમાં એ જ નામ લખીને પાસપોર્ટ અપડેટ કરાવવા પડશે. તો ઇન્ડિગોએ કહ્યું છે કે, જો કોઇ યાત્રીને તેનાથી વધુ જાણકારી જોઇતી હોય તો તે વેબસાઇટ પર જઇને ડિટેલ્સ લઇ શકે છે. એક અખબારના રિપોર્ટ મુજબ, UAE સરકાર તરફથી નવી જાહેરાત થતા જ ઘણા લોકોને પરેશાનીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે UAE પ્રશાસનના નિર્દેશ મળતા જ ઘણી એરલાઇન્સ કંપનીઓએ પાસપોર્ટ પર સિંગલ નામવાળા મુસાફરોને દેશ બહાર જવા પર રોક લગાવી દીધી છે. એવામાં ઘણા ભારતીય નાગરિકોને UAEથી આવવા દેવામાં આવી રહ્યા નથી. તો નવા નિયમ પ્રભાવમાં આવતા જ ટ્રાવેલ એજન્ટ્સ લોકોને વિઝા એપ્લાઇ કરવા અગાઉ અપડેટ મળવાની રાહ જોવા માટે કહી રહ્યા છે. રૈના ટૂર એન્ડ ટ્રાવેલ્સના એક કર્મચારીએ કહ્યું કે, અમે દૂતાવાસ પાસેથી જાણકારી મળવાની રાહ જોઇ રહ્યા છીએ. એટલે અમે લોકોને સલાહ આપી રહ્યા છીએ કે વિઝા એપ્લાઇ કરવા અગાઉ 48 કલાકની રાહ જુઓ.

UAE સરકારના નવા નિર્ણયો બાદ હાહાકાર મચવો વ્યાજબી છે. મોટી સંખ્યામાં ભારતીય લોકોનું UAEથી આવવા-જવાનું ચાલુ રહે છે. એવામાં અચાનક કોઇ પણ પ્રકારનો બદલાવ ઘણા પ્રકારની પરેશાનીઓ ઉત્પન્ન કરે છે. UAE જનારા મુસાફરોને ભારતીય એરલાઇન કંપનીઓ પણ ખાસ સલાહ આપી રહી છે, ઇન્ડિગો સિવાય એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસજેટે મુસાફરોને સલાહ આપી છે કે મુસાફરી અગાઉ તેઓ એ વાતને પાક્કી કરી લે કે તમારો પાસપૉર્ટ પર નામ નવા નિયમ મુજબ જ છે કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp