બ્રિટનના નેતાઓ મંદિરે વધુ કેમ જઈ રહ્યા છે?
બ્રિટનમાં 4 જુલાઈએ સામાન્ય ચૂંટણી થવાની છે. આ ચૂંટણી ન માત્ર વડાપ્રધાન ઋષિ સુનક માટે, પરંતુ વિપક્ષ લેબર પાર્ટી માટે ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. એવામાં બ્રિટનની કુલ વસ્તીમાં સામેલ 10 લાખ હિન્દુઓને લોભાવવાના ઇરાદે નેતા મંદિરોની મુલાકાત લેવા માંડ્યા છે. વડાપ્રધાન ઋષિ સુનક એક દિવસ અગાઉ જ હિન્દુ મંદિર પહોંચ્યા હતા, પરંતુ હવે વડાપ્રધાન પદ માટે મુખ્ય વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મર પણ હિન્દુ મંદિર પહોંચ્યા છે.
તેમણે લંડનના કિંગ્સબરીના સ્વામિનારાયણ મંદિર પહોંચીને દર્શન કર્યા. આ દરમિયાન તેમણે જય સ્વામીનારાયણનો જયકારો લગાવ્યો. તેમણે કહ્યું કે, બ્રિટનમાં હિન્દુફોબિયા માટે કોઈ જગ્યા નથી. આ અગાઉ ઋષિ સુનક નેસડેનમાં BAPS સ્વામીનારાયણ મંદિર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ મંદિર આ સમુદાય દ્વારા બ્રિટન માટે આપેલા યોગદાનનું મહાન ઉદાહરણ છે. તેમણે મંદિરોમાં પ્રાર્થના કરી અને લોકો સાથે મળીને હિન્દુ હોવાના સંબંધે પોતાને ભાગ્યશાળી બતાવ્યા.
આ અગાઉ બ્રિટિશ હિન્દુ સંગઠનોના એક પ્રમુખ ગ્રુપે સમાન્ય ચૂંટણી અગાઉ હિન્દુ ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. 32 પાનાંના આ ઘોષણાપત્રમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે હિન્દુ પૂજા સ્થળોની રક્ષા કરવા અને હિન્દુઓ પ્રત્યે નફરતને નિપટવા માટે દરેક સંભવિત પગલું ઉઠાવવાની માગ કરવામાં આવી હતી. આ ઘોષણાપત્રમાં કુલ 7 માગ કરવામાં આવી છે જેમાં હિન્દુ હેટ ક્રાઇમની ઘટનાઓને ધાર્મિક નફરતની જેમ ઓળખવી અને એવા લોકોને સજા આપવી. પૂજા સ્થળોને સુરક્ષા આપવી અને મંદિરો માટે સરકારી ફંડિંગ.
હિન્દુઓની માન્યતાઓને આગામી પેઢી સુધી લઈ જવા માટે ફેઈથ સ્કૂલ તૈયાર કરાવવી. સરકાર અને સાર્વજનિક સ્થળો પર હિન્દુઓના પ્રતિનિધિત્વને વધારવું. પૂજારીઓ સાથે જોડાયેલા વિઝાના મામલાઓ ઉકેલવા. સામાજિક સેવાઓમાં હિન્દુઓને સામેલ કરવા અને ધાર્મિક માન્યતાઓને ઓળખવી અને તેમને પ્રોટેક્ટ કરવા જેવી માગ સામેલ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021ની વસ્તી ગણતરી મુજબ બ્રિટનમાં 10 લાખ કરતા વધુ હિન્દુ વસ્તી છે. વર્ષ 2011માં બ્રિટનની કુલ જનસંખ્યાની દોઢ ટકા હિન્દુઓની વસ્તી હતી. આગામી 10 વર્ષોમાં એ વધીને 1.7 ટકા થઈ ગઈ. ત્યાં ખ્રિસ્તી અને મુસ્લિમ બાદ હિન્દુ ત્રીજો સૌથી મોટો ધર્મ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp