બ્રિટન-જાપાન મંદીની ઝપેટમાં, આ 18 દેશોમાં પણ ટેન્શન, જાણો ભારતની સ્થિતિ

PC: moneycontrol.com

શું દુનિયા પર ફરી એક વખત મંદીનું જોખમ મંડરાઈ રહ્યું છે? આ સવાલ એટલે ઉઠવા લાગ્યો છે કેમ કે હાલમાં જ જાપાન અને બ્રિટન જેવી મોટી ઈકોનોમી મંદીમાં આવી ગઈ છે. GDPમાં ઘટાડાના કારણે જાપાનને મોટું નુકસાન થયું છે અને તેની પાસે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો દરજ્જો પણ છીનવી લેવામાં આવ્યો, પરંતુ બ્રિટન-જાપાનને મોટી ઈકોનોમી હોવાના કારણે ચર્ચામાં છે જ્યારે દુનિયાના અન્ય 18 દેશોમાં પણ મંદીનું જોખમ વધી ગયું છે.
દુનિયાના ઘણા હિસ્સાઓ પર ટેક્નિકલી મંદીનો ડર મંડરાઇ રહ્યો છે.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, જાપાન અને બ્રિટન સપ્ટેમ્બર-ડિસેમ્બર ત્રિમાસિક 2023 દરમિયાન ટેક્નિકલી મંદીમાં આવી ગયા છે કેમ કે બંને જ દેશોની GDPમાં સતત 2 ત્રિમાસિકથી ઘટાડો યથાવત છે. આ બંને દેશ મોટી ઈકોનોમી છે, તો તેમાં મંદી ચર્ચામાં છે, પરંતુ દુનિયાના એવા ઘણા હિસ્સા પણ છે જ્યાં મંદીએ આહટ આપી દીધી છે. તેમાંથી 2 દેશ તો જાપાન અને બ્રિટનની જેમ મંદીમાં જઇ ચૂક્યા છે. Recessionમાં આવેલા બ્રિટન અને જાપાન સાથે જ આયરલેન્ડ અને ફિનલેન્ડ પણ ચોથી ત્રિમાસિક દરમિયાન મંદીની જડમાં આવી ગયા છે.

એક તરફ જ્યાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જાપાનની ઇકોનોમીમાં 3.3 ટકાનો ઘટાડો આવ્યો હતો, તો ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટાડાનો દર 0.4 ટકા રહ્યો. એ સિવાય UK GDP સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 0.1 ટકા અને ડિસેમ્બર ત્રિમાસિકમાં 0.3 ટકા સુધી ઘટી છે. તો આ લિસ્ટ સાથે જોડાયેલા નવા નામોના આંકડા જોઈએ તો આયરલેન્ડે ત્રિમાસિક દર ત્રિમાસિક GDPમાં Q3માં 0.7 ટકા અને Q4માં 1.9 ટકાનો ઘટાડો નોંધ્યો છે. તો બીજી તરફ ફિનલેન્ડની GDPમાં આ અવધિમાં ક્રમશઃ 0.4 ટકા અને 0.9 ટકાનો ઘટાડો આવ્યો છે.

આ 10 દેશોમાં મંદીની આહટ:

આ તો વાત થઈ એ 4 દેશોની જે સતત 2 ત્રિમાસિકમાં GDPમાં ઘટાડો ઝીલ્યા બાદ મંદીમાં જતા રહ્યા છે, પરંતુ દુનિયાના ઘણા દેશોએ અત્યાર સુધી ચોથા ત્રિમાસિકના પરિણામ જાહેર કર્યા નથી, એટલે એ કહેવું વહેલું ગણાશે કે માત્ર જાપાન-બ્રિટન અને આયરલેન્ડ-ફિનલેન્ડ જ મંદીમાં છે. ઉલ્લેખનીય છે કે, જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન પોતાની ઇકોનોમિના પરિણામ જાહેર કરનારા દેશોની લિસ્ટમાં 10 એવા હતા, જેમની GDPમાં ઘટાડો નોંધાયો હતો. અને મંદીની આહટ આ દેશોમાં સંભળાવા લાગી છે. આ લિસ્ટમાં જે નામ સામેલ છે તેમ ડેનમાર્ક, લક્ઝમબર્ગ, મલ્દોવા, એસ્ટોનિયા, ઇકવાડોર, બહરિન, આઈસલેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ.

આ 6 દેશોની GDPમાં પહેલી વખત ઘટાડો:

ઉપર બતાવવામાં આવેલા દેશો સિવાય જે દેશોએ ચોથા ત્રિમાસિકના GDPના પરિણામ જાહેર કરી દીધા છે તેમાં 6એ ડિસેમ્બર ત્રિમાસિકમાં પહેલી વખત GDP Fallની જાણકારી આપી છે. આ દેશ મલેશિયા, થાઈલેન્ડ, રોમાનિયા, લિથુઆનિયા, જર્મની અને કોલંબિયા છે. તેમાં સામેલ એક મોટી અર્થવ્યવસ્થા જર્મનીની GDPએ 0.3 ટકાનો ઘટાડો જોયો છે.

ભારતીય ઇકોનોમીમાં તેજી યથાવત:

એક તરફ જ્યાં જાપાન-બ્રિટન જેવી મોટી અર્થવ્યવસ્થાઓની સ્થિતિ ખરાબ થઈ રહી છે, તો બીજી તરફ ભારતની અર્થવ્યવસ્થામાં તેજી યથાવત છે. વર્લ્ડ બેંકથી લઈને IMFએ તેની પ્રશંસા કરી છે અને તેને દુનિયામાં સૌથી તેજી સાથે વધતી ઈકોનોમી માની છે. હાલમાં જ ભારતને મોટી મોટી રેટિંગ એજન્સીઓએ ભારત 2027 સુધીમાં ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જો કે, વૈશ્વિક સ્થિતિની ભારત પર અસરથી પણ ઇનકાર નહીં કરી શકાય. ગ્લોબલાઈઝેશનના યુગમાં કોઈ પણ દૂર નથી. જો બાહ્ય પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહે છે તો ભારત પર પણ તેની અસર નજરે પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp