ખૂબ જલદી Tinder પર આવી ગયા, ડેટિંગ એપ પર આવ્યો મૃત્યુ પામેલી પત્નીનો મેસેજ

PC: livehindustan.com

દુનિયાભરમાં લોકો મૃત્યુ પામેલા લોકોને જોવા, તેમની સાથે વાતો કરવાના દાવા કરે છે. ઘણા લોકો કહે છે કે તેમણે પોતે ખાસ પ્રક્રિયાના માધ્યમથી આત્માઓને બોલાવી છે, કેમ કે શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઇએ ડેટિંગ એપ પર ભૂત સાથે વાત કરી હોય? UKના એક વ્યક્તિએ એવો જ અનોખો દાવો કર્યો છે. તેણે જણાવ્યું કે, તેણે ડેટિંગ એપ Tinder પર બે વર્ષ અગાઉ મૃત્યુ પામી ચૂકેલી પોતાની પત્ની સાથે વાત કરી. તેણે Ghost Hans Podcast પર આ સ્ટોરી શેર કરી તો એ ટિકટોક પર પણ વાયરલ થઇ ગઇ.

તેનું કહેવું છે કે મહિના સુધી એ વાતથી પરેશાન રહ્યા બાદ મેં લોકો સામે તેનો ખુલાસો કરવાનો નિર્ણય લીધો છે. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, ડેરેક નામનો આ વ્યક્તિ બ્રિટનના લંડનમાં રહે છે. પોડકાસ્ટમાં તેણે ખુલાસો કર્યો, મારી પત્ની એલિસનનું નિધન થયાના 2 વર્ષ થઇ ગયા છે. તે સર્વાઇવલ કેન્સરની શિકાર હતી, પરંતુ એક દિવસ Tinder પર પત્નીનું પ્રોફાઇલ જોઇને હું આશ્ચર્યચકિત રહી ગયો. એક તસવીરમાં તે હસી રહી હતી અને મારી તરફ જોઇ રહી હતી. મેં તરત પ્રોફાઇલ પર નજર નાખી, પરંતુ તેમાં કોઇ બીજી જાણકારી નહોતી, પરંતુ મારી પત્નીની 3 એવી તસવીર હતી જે મેં અગાઉ ક્યારેય જોઇ નહોતી. હું પૂરી રીતે ચોંકી ગયો.

ડેરેકે આગળ કહ્યું કે, સમજ્યા વિચાર્યા વિના મેં રાઇટ સ્વીપ કરી દીધું. મેં લગભગ 2 મિનિટ સુધી પોતાના શ્વાસ રોકી રાખ્યા. મેં આગામી દિવસ સુધી ઊંઘી ન શક્યો. મને અગાઉ ક્યારેય Tinder પર કોઇ મેચ મળ્યું નહોતું. શરૂઆતમાં શંકા ગઇ કે આ એક મજાક હોય શકે છે. કદાચ કોઇએ મારી પત્નીનું ફેક અકાઉન્ટ બનાવ્યું છે. જો કે, તેની શંકા ત્યારે દૂર થઇ ગઇ, જ્યારે તેને સવારે 03:33 વાગ્યે Tinder પર એક મેસેજ મળ્યો: ‘hey!’.

ડેરેકે જવાબ આપતા પૂછ્યું કે આ બધુ શું છે અને તેની પત્નીની તસવીર ક્યાંથી આવી. તેના પર આગામી 24 કલાક સુધી કોઇ જવાબ ન આવ્યો, પરંતુ અંતે એક મેસેજ આવ્યો, શું તમે ઘર પર છો? હું બહાર ઊભી છું. મને અંદર આવવા દો.’ તેનાથી ડેરેક ગભરાઇ ગયો. ડેરેકે જણાવ્યું કે, ત્યારબાદ મેં ઘરનો મુખ્ય દરવાજો બંધ થવાનો અવાજ સાંભળ્યો અને ડરના કારણે હું જઇને બેડ પર સૂઇ ગયો. પછી વધુ એક મેસેજ આવ્યો ‘તું Tinder પર ખૂબ જલદી આવી ગયો ડેરી.’

તેના પર હેરાન રહી ગયો, કેમ કે માત્ર મારી પત્ની જ મને ડેરી નામથી બોલાવતી હતી. કોઇ બીજાને તેની ખબર નહોતી. થોડા સમય બાદ મને બેડરૂમમાં કોઇના આવવાનો આભાસ થયો. હું એટલો ડરી ગયો હતો કે અંતે મેં મેસેજ કર્યો, એલિસન મને માફ કરી દે. હું તને પ્રેમ કરું છું અને મને તારી યાદ આવે છે. બે વર્ષ થઇ ગયા છે અને મારે હવે આગળ વધવું છે. ડેરેકે આગળ કહ્યું કે, ત્યારબાદ હું બેડરૂમથી નીકળીને દરવાજા બહાર જોવા ગયો તો કોઇ નહોતું અને પાછો રૂમમાં આવ્યો તો એલિસનની પ્રોફાઇલ પણ નહોતું. મને આજ સુધી ખબર નથી કે આ બધુ મારી સાથે કેવી રીતે અને કેમ થયું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp