દેશમાં કોરોનાની પાંચમી લહેરની એન્ટ્રી,પણ સ્વાસ્થ્ય મંત્રાલય ડેટા જાહેર નહીં કરે

PC: news.sky.com

ચીનમાં કોરોનાના કેર વચ્ચે આખી દુનિયાના લોકોમાં ફરી એક વખત ડર જોવા મળી રહ્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યાં કોરોના વાયરસની પાંચમી લહેરે દસ્તક દઇ દીધી છે.

એવામાં સરકારે કહ્યું છે કે, તે નવા વર્ષથી કોરોનાના નિયમિત આંકડા જાહેર કરવાનું બંધ કરી દેશે. બ્રિટન સ્વાસ્થ્ય પ્રશાસને તેનું કારણ બતાવતા કહ્યું કે, કોરોના વેક્સીન અને દવાઓની મદદથી દેશ એવા ચરણમાં પહોંચી ગયો છે, જ્યાં તે આ વાયરસ સાથે જીવવાનું શીખી ગયો છે. એવામાં કોરોનાના આંકડા જાહેર કરવાની હવે કોઇ જરૂરિયાત નજરે પડતી નથી.

જો કે, બ્રિટન હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)નું કહેવું છે કે, બ્રિટન સિઝનલ ફ્લૂ જેવી અન્ય બીમારીઓની જેમ કોરોનાની સ્થિતિ પર નજર રાખશે. આ વર્ષે એપ્રિલ મહિનાથી કોરોનાનો રિપ્રોડક્ટિવ રેટ એટલે કે જે સ્પીડથી કોરોનાથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે, તેના આંકડા દર અઠવાડિયે પ્રકાશિત થતા રહેશે. UKHSA અપિડેમિયોલોજી લોડલિંગ રિવ્યૂ ગ્રુપ (EMRG)ના ચેરમેન ડૉ. નિક વૉટકિન્સનું કહેવું છે કે, કોરોના દરમિયાન ‘R વેલ્યૂ’ અને ગ્રોથ રેટથી જ સૌથી સરળ અને સરળ ઇન્ડિકેટર રહ્યું.

ઉલ્લેખનીય છે કે, R વેલ્યૂ એ પ્રમાણ છે, જેના દ્વારા કોરોના ટ્રાન્સમિશનની ઝડપની જાણકારી મળે છે. તેમણે કહ્યું કે, વેક્સીન શોધાયા બાદ આપણે એક એવા ચરણમાં પહોંચી ગયા છીએ, જ્યાં આપણે કોરોના સાથે જીવતા શીખી ગયા છીએ, પરંતુ અમે નજર રાખી રહ્યા છીએ. કોરોનાના મોડલિંગ ડેટાને જાહેર કરતા રહેવા જરૂરી નથી. અમે કોરોનાને એ પ્રકારે મોનિટર કરવાનું ચાલુ રાખીશું, જે પ્રકારે અમે અન્ય બીમારીઓ પર નજર બનાવી રાખીએ છીએ.

બધા જાહેર કરવામાં આવેલા ડેટાની સમીક્ષા કરવામાં આવે છે અને આ મોડલિંગ ડેટાને જરૂરિયાત પડવા પર ફરીથી રજૂ કરી શકાય છે. ઉદાહરણ તરીકે જ્યારે કોરોનાનો કોઇ નવો વેરિયન્ટ સામે આવે છે તો તેને ફરી રજૂ કરી શકાય છે. EMRGનું કહેવું છે કે, હાલમાં જ વિસ્તૃત સમીક્ષામાં નક્કી થયું કે કોરોનાના આગામી આંકડા 6 જાન્યુઆરી 2023ના રોજ રજૂ થશે, જે અંતિમ હશે. કિંગ્સ કોલેજ લંડનાં પ્રોફેસર ટિમ સ્પેક્ટરનું કહેવું છે કે કોરોના અને ફ્લૂના કેસ અત્યારે પણ બ્રિટનમાં વધી રહ્યા છે. જાન્યુઆરીમાં તેનો પીક હોવાની આશંકા છે. જો કે ત્યારબાદ ઘટાડો આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp