યુક્રેનના રાષ્ટ્રપતિ ‘ગે’ છે, પાર્ટીમાં પાર્ટનર સાથે પકડાયા હતા, કોલગર્લનો દાવો

PC: nypost.com

યુક્રેન અને રશિયા વચ્ચે હજુ યુદ્ધ ચાલી રહ્યું છે અને હજુ સુધી કોઇ પરિણામ આવ્યું નથી. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી વિશે થયેલા એક સ્ટિંગ ઓપરેશને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને ચોંકાવી દીધા છે. યુક્રેનમાં રિપોર્ટિંગ કરનાર પત્રકાર જેમ્સ યંગના એક સ્ટિંગ ઓપરેશનમાં કીવ મેડિકલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની રહી ચૂકેલી બે વિદ્યાર્થીઓએ કેમેરા સામે તેમની ઓળખ છુપાવીને સનસનીખેજ દાવો કર્યો છે. બંને યુવતીઓ યુક્રેનના હાઇ પ્રોફાઇલ કોલ ગર્લ્સ રેકેટ Onlyfans સાથે જોડાયેલી છે. કેમરાની સામે આ બંને યુવતીઓએ તેમનાને બદલે જેસમીન અને સ્મેરાલ્ડા નામ બતાવ્યું હતું.

પત્રકારે પહેલાં તો બંને યુવતીઓને તેમના કામકાજ સાથે જોડાયેલા સવાલ પુછ્યા હતા એ પછી સવાલ કર્યો હતો કે શું તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીને કોઇ પુરુષ સાથે જોયા હતા? બંને યુવતીઓએ જવાબમાં કહ્યુ કે, શંકાને કોઇ સ્થાન નથી એ પુરુષ સાથે સંબંધ બાંધનાર જેલેન્સકી જ હતા.

જાસ્મીને યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા આન્દ્રે યેરમાક સાથે ખૂબ જ ગાઢ સંબંધ હોવાનો દાવો કર્યો છે. તેમના દાવાઓમાં, બંને યુવતીઓએ રાષ્ટ્રપતિ જેલેન્સકી અને તેમના સલાહકાર એન્ડ્રે યેરમાક પર ઘણા સનસનાટીભર્યા આરોપો પણ લગાવ્યા છે. બંનેએ કહ્યું કે દેશના રાષ્ટ્રપતિ અને ટોચના રાજકારણીઓ યુક્રેનની હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં હાજરી આપતા હતા. અનેક વખત પાર્ટીઓમાં યુરોપિયન અને અમેરિકી દેશોના મોટો બિઝનેસમેનો પણ હાજર રહેતા હતા. બંને યુવતીઓએ દાવો કરતા કહ્યુ હતું કે એવી જ એક હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં તેમણે જેલેન્સકીને એક પુરુષ સાથે રૂમમાં જોયા હતા. આ બંને કોલ ગર્લ્સનો દાવો છે કે રાષ્ટ્રપતિ જેલેન્સકી ‘ગે’છે.

જેસમીનું કહેવું છે એક હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં તેની મુલાકાત આંદ્રે યર્દક સાથે થઇ હતી અને ખુબ ઝડપથી જેસમીન અને આંદ્રે નજીક આવી ગયા હતા. જેસમીને કહ્યુ કે આંદ્રે યર્દકે મને કોલ ગર્લનું કામ છોડી દેવા માટે કહ્યું હતું.

બંને યુવતીઓએ દાવો કર્યો કે વર્ષ 2021માં યુક્રેનની સત્તાધારી પક્ષના એક કાર્યક્રમમાં જેલેન્સકી આવ્યા હતા. આ પાર્ટીમાં હોલીવુડની ફિલ્મની જેમ દારૂ, કોકીન અને ડ્રગ્સ ફેલાયેલું હતું. એ દરમિયાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેનસ્કીને આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા. તેઓ કોઇ પુરુષ સાથે સમલૈગિંક સંબંધ બનાવી રહ્યા હતા. આ દાવાને કારણે પશ્ચિમી જગતમાં ખળભળાટ મચી ગયો છે.

જો કે, યુક્રેનમાં ગે અથવા લેસ્બિયન સંબંધોને ક્રાઇમની શ્રેણીમાં રાખવામાં આવ્યા નથી.યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી પોતાને Lesbian, gay, bisexual, and transgender, queer (LGBTQ) અધિકારાનો સમર્થિત હોવાનું કહે છે.પરંતુ તેમણે પોતાના સમલૈગિંક સબંધો વિશે ક્યારેય કશું કહ્યું નથી.

વ્યકિતગત જીવનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી પરણીત છે અને તેમના પત્ની તરફથી સેક્સુઅલ ઓરિએન્ટેશન વિશે ક્યારેય નિવેદન આપવમાં આવ્યું નથી. જો કે જેલેન્સકી પર આ પહેલાં પણ એવા આરોપ લાગ્યા છે કે તેઓ નશો કરે છે અને અનેક મહિલાઓ સાથે સંબંધ બનાવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp