UNSCમા કાશ્મીર પર પાકિસ્તાનને જાણો કોનો સાથ મળ્યો

PC: businesstoday.in

પાકિસ્તાને યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ એટલે કે UNSCમા  કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ પાકિસ્તાનને ખૂબ જ શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું, કારણ કે પાકિસ્તાનની એકપણ દલિલ ટકી શકી નહોતી. કાશ્મીર મુદ્દે UNSCમા ચીનને છોડીને તમામ દેશોએ પાકિસ્તાનનો સાથ નહોતો આપ્યો.

ફક્ત ચીન જ પાકિસ્તાનની ફરિયાદ સાંભળી રહ્યું છે. આ દબાણ પાછળનું કારણ એ છે કે, ચીનનું ઘણું બધું પાકિસ્તાનમાં દાવ પર લાગેલું છે. UNSCમા કુલ 15 સભ્ય દેશો છે, જેમાં 5 સ્થાયી છે અને 10 અસ્થાયી છે. અસ્થાયી દેશોનો કાર્યકાળ અમુક વર્ષ માટેનો જ હોય છે, જ્યારે સ્થાયી દેશ હંમેશાં માટે હોય છે. સ્થાયી દેશોમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ શામેલ છે. જ્યારે અસ્થાયી દેશઓમાં બેલ્જિયમ, કોટ ડિવોએર, ડોમિનિક રિપબ્લીક, અક્વેટોરિયાલ ગુએની, જર્મની, ઇન્ડોનેશિયા, કુવૈત, પેરુ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશ શામેલ છે.

સ્થાયી સભ્યોમાં ચીનને છોડી દઇએ તો બાકીના તમામ દેશોએ પાકિસ્તાનને ઠેંગો બતાવી દીધો છે. ચીન સિવાયના તમામ દેશોનું સ્પષ્ટ કહેવું છે કે, કાશ્મીર એ ભારત અને પાકિસ્તાનનો આંતરિક મામલો છે. UN ચીનની વિનંતીઓને કારણે કાશ્મીર મુદ્દે આજે બેઠક કરવા રાજી થયું છે, જો કે આ બેઠક બંધ બારણે થશે અને તેમાં પાકિસ્તાન તરફથી કોઇ શામેલ થશે નહીં, કારણ કે પાકિસ્તાન UNSCમા સ્થાયી કે અસ્થાયી સભ્ય દેશ નથી.

Image result for unsc

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp