માથાનો દુઃખાવો થતા મહિલા પહોંચી ગઈ 1980માં, સ્માર્ટ ટીવી-મોબાઈલ જોઈ ચોંકી

PC: unilad.com

કેટલીક ઘટનાઓ કે અકસ્માત એવા હોય છે જે અચાનક જ કોઇની આખી જિંદગી બદલી નાખે છે. ગત દિવસોમાં એક અમેરિકન મહિલા સાથે પણ કંઈક એવું જ થયું. Kim Denicola નામની મહિલા 5 વર્ષ અગાઉ સામાન્ય માથાના દુઃખાવાથી પરેશાન થઈને હૉસ્પિટલ પહોંચી હતી. ત્યારે તેને કે તેના પરિવારને જરાય અંદાજો નહોતો કે આગળ જે કંઇ થવાનું છે તે તેમના વિચારથી વિરુદ્ધ છે.

હૉસ્પિટલમાં જ્યારે તે ઉઠી ત્યારે કોઈ ટીનએજર છોકરીની જેમ વર્તન કરવા લાગી. તેને જરાય અંદાજો નહોતો કે તેના લગ્ન થઈ ચૂક્યા છે, તેના બે બાળકો અને પૌત્ર-પૌત્રી છે. હેરાનીની વાત એ છે કે સામાન્ય માથાના દુઃખાવાએ તેને 3 દશક પાછળ પહોંચાડી દીધી હતી અને તેની 30 વર્ષોની યાદશક્તિ પૂરી રીતે મટી ગઈ હતી. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ Kim Denicolaને એક્ટેન્સિવ એમેન્સિયા નામની કન્ડિશન હતી, જેના કારણે આ બધુ થયું.

આજે તે પોતાની જિંદગીના 30 વર્ષ ભૂલી ચૂકી છે. Kim Denicolaએ યાદ કરતા કહ્યું કે, જ્યારે હું જાગી ત્યારે તો એક નર્સે મને પૂછ્યું કે તને ખબર છે આ કયું વર્ષ છે અને તું ક્યાં છે? મેં જવાબ આપ્યો હા 1980 છે. પછી નર્સે પૂછ્યું કે દેશના રાષ્ટ્રપતિ કોણ છે? મેં કહ્યું રોનાલ્ડ રેગન. તેના પર તે ડરી ગઈ. WAFB સાથે હાલની વાતચીતમાં Kim Denicolaએ જણાવ્યું કે, આ ઘટનાથી કેવી રીતે બધુ બદલાઈ ગયું છે. તેને નવી ટેક્નોલોજી સમજવામાં મુશ્કેલી થઈ રહી છે. તે ફોન અને ટીવી જોઈને ચોંકી રહી છે. Kim Denicolaએ કહ્યું કે ટીવી સ્માર્ટ થઈ ગઈ છે, હું તેને દીવાલ પર ટાંગેલી જોઈને હેરાન છું. આપણી પાસે રિમોટ હોય છે અને ચેનલ બદલવા માટે ઊઠવાની જરૂરિયાત હોતી નથી.

ઘટનાને 5 વર્ષ થઈ ચૂક્યા છે અને તેની યાદશક્તિ પછી આવી નથી. લાખ સ્કેનિંગ અને પ્રયાસો બાદ પણ ડૉક્ટર તેની સારવાર ન કરી શક્યા. પરિણામ એ આવ્યું કે Kim Denicolaના પરિવારે જ ધીરે ધીરે તેને 30 વર્ષ યાદ અપાવવા પડી રહી છે. જો કે, આટલું બધુ થયા બાદ કિમે પોતે સ્વીકારી લીધું અને નવી યાદો બનાવવા માટેના પ્રયાસોમાં લાગી ગઈ છે. તેણે કહ્યું કે, ખુદાએ અહી પહોંચાડી છે હવે તે જ મને આગળનો રસ્તો દેખાડશે. મારે હાર નથી માનવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp