ભારતની લોકસભા ચૂંટણીમાં US હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, રશિયાનો દાવો

PC: hindi.news24online.com

સમગ્ર વિશ્વમાં ભારતમાં લોકસભાની ચૂંટણીની ચર્ચા થઈ રહી છે. જ્યારે ભારતીય નેતાઓના નિવેદનો વૈશ્વિક મીડિયામાં હેડલાઇન્સ બની રહ્યા છે, તે દરમિયાન, ચૂંટણીમાં વિદેશી શક્તિઓ દ્વારા હસ્તક્ષેપના અહેવાલો બહાર આવી રહ્યા છે. જો કે હવે રશિયાએ ભારતને આ અંગે ચેતવણી આપી છે.

લોકસભા ચૂંટણી વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાનું કહેવું છે કે, અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો છે.

રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી RT ન્યૂઝ અનુસાર, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું કે, અમેરિકા હકીકતમાં ભારતના રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતની રાજકીય સમજ અને ઈતિહાસ સમજી શકતો નથી. અહીં તમને જણાવી દઈએ કે, ઝાખારોવાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકાના રિપોર્ટના સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, અમેરિકા ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. આનું કારણ ભારતના આંતરિક રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનું અને સામાન્ય ચૂંટણીઓમાં અવરોધ ઊભો કરવાનું છે.

ઝાખારોવાએ કહ્યું કે, અમેરિકાની ગતિવિધિઓ સ્પષ્ટપણે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ દર્શાવે છે, જે ભારત પ્રત્યે અપમાનજનક છે.

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસનો આરોપ લગાવતા કહ્યું કે, અમેરિકાએ હજુ સુધી આ મામલામાં ભારતીય નાગરિકોની સંડોવણી અંગે કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી. પુરાવાના અભાવે આવી અટકળો સ્વીકાર્ય નથી.

ઝાખારોવે કહ્યું કે, અમેરિકા ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે. તેને ભારતના ઈતિહાસની સમજણ છે જ નહીં. આ કારણે તે ભારત પર ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, અમેરિકાનો ઉદ્દેશ્ય ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાનો છે, જેથી સામાન્ય ચૂંટણીઓ ખોરવાઈ શકે.

અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકન કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના તાજેતરના રિપોર્ટમાં ધાર્મિક સ્વતંત્રતાના કથિત ઉલ્લંઘન માટે ભારતની ટીકા કરવામાં આવી છે. અમેરિકાના આ અહેવાલને ભારત સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp