કેજરીવાલની ધરપકડ પર જર્મની હવે જગત જમાદાર અમેરિકાનો ચંચુપાત, જાણો શું કહ્યું

PC: livemint.com

આબકારીનીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ હવે અમેરિકાએ પણ સખત આપત્તિ દર્શાવી છે. અમેરિકાનું કહેવું છે કે તેઓ ભારતના પ્રમુખ વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યા છે. અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, અમે ભારતના પ્રમુખ વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડના રિપોર્ટ્સ પર નજર બનાવી રાખી છે અને દેશમાં નિષ્પક્ષ કાયદાની પ્રક્રિયાની આશા રાખીએ છીએ. અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, અમે મુખ્યમંત્રી કેજરીવાલના નિષ્પક્ષ, પારદર્શી અને સમયબદ્ધ કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, કેજરીવાલની ધરપકડ પર જર્મનીના નિવેદન બાદ ભારતે જર્મનીના રાજદૂતને સમન્સ પાઠવીને સખત આપત્તિ દર્શાવી હતી. આ ઘટનાક્રમ બાદ જ અમેરિકાની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિરોધ પર ભારતની આપત્તિ બાબતે પૂછવામાં આવતા અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, તેના માટે તમારે વિદેશ મંત્રાલય સાથે વાત કરવી પડશે કે તેમની ભારત સરકાર સાથે શું વાતચીત રહી.

આબકારીનીતિ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મનીએ કહ્યું હતું કે, આ કેસમાં આખી કાર્યવાહી નિષ્પક્ષ થવી જોઈએ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઈ પ્રતિબંધ વિના કાયદાકીય માર્ગને અપનાવવાનો હક્ક મળવો જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કાયદાના શાસન અને મૂળભૂત સિદ્ધાંત પર પણ ભાર આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સેબેસ્ટિયન ફિશરને જ્યારે કેજરીવાલના મામલે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે સંજ્ઞાનમાં લીધું છે.

ભારત એક લોકતાંત્રિક દેશ છે. અમે માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે ન્યાયપાલિકની સ્વતંત્રતા અને પાયાના લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે સંબંધિત માનાંક આ મામલે પણ લાગૂ કરવામાં આવશે. કેજરીવાલની ધરપકડને લઈને કરવામાં આવેલી જર્મનીની ટિપ્પણી પર ભારતે સખત આપત્તિ દર્શાવી હતી. ભારતે જર્મનીના રાજદૂતને સમન્સ પાઠવતા પોતાની સખત આપત્તિ દર્શાવી હતી. જર્મની મિશનના ડેપ્યુટી ચીફ જોર્જ એનજવીલરને બોલાવીને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો કે જર્મનીની ટિપ્પણી ભારતના આંતરિક મામલાઓમાં અનુચિત હસ્તક્ષેપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp