અમેરિકાએ તેના નાગરિકોને મોસ્કો છોડી દેવા કહ્યું, જાણો કેમ?

અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે, મોસ્કોમાં આગામી 48 કલાકમાં મોટો હુમલો થશે, માટે મોસ્કોમાં વસતા અમેરિકન નાગરિકો તાત્કાલિક શહેર છોડી દે અથવા સલામત જગ્યા પર ચાલ્યા જાય. અમેરિકાની ચેતવણીને કારણે જાણકારોનું માનવું છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારો તો નથી વાગી રહ્યા?

અમેરિકન એમ્બેસીએ મોસ્કોમાં વસતા અમેરિકન નાગરિકોને ચેતવણી આપતા કહ્યું છે કે, અમને એવા ઇનપૂટ મળ્યા છે કે આગામી 48 કલાકમાં મોસ્કોમાં હુમલો થશે. માટે નાગરિકોએ જાહેરસભા કે બજારોમાં જવું નહીં. તાત્કાલિક મોસ્કો છોડી દેવું.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 2 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હજુ સુધી કોઇ ઉકેલ આવે તેવા અણસાર દેખાતા નથી. બીજી તરફ રશિયામાં 15થી 17 માર્ચ રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp