બ્રિટનના આ ગામના રહેવાસીઓમાં માલ્યા છે `ડાર્લિંગ’

PC: hindustantimes.com

ભારતની 17 બેન્કોને રૂ. 9 હજાર કરોડમાં રાતા પાણીએ નવડાવી લંડન નાસી ગયેલા વિજય માલિયાને એકએક ભારતીય ઝેરની નજરે જોતો હશે, પરંતુ બ્રિટનના ટેવિન ગામના રહેવાસીઓની આંખોમાં ભારતના આ ભાગેડુ ઉદ્યોગપતિ વસી ગયા છે એટલું જ નહીં પણ તેઓ તેમના હીરો છે.



લંડનથી 48 કિલોમીટર સુધી ટ્રાઈવિંગ કરો તો ટેવિન ગામ આવે છે. 2000ની વસતિ ધરાવતા ગામને માલિયાએ ક્રિસમસ ટ્રી આપ્યું હતું. ત્યારપછી આખું ગામ માલિયા પર વારી ગયું છે. બ્રાઉન પબના બારમેન રોઝે માલિયા વિશે જણાવ્યું હતું કે તેઓ અમારા ગામની અતુલ્ય સંપત્તિ છે. તેમના જેવા માણસ મેળવી અમારા હરખનો પાર નથી. તેઓ જાદુગર છે અને તેમનો પ્રભાવ તન-મન પર છવાઈ જાય છે. વળી તેઓ ફોર્મ્યુલા વનમાં પણ નંબર વન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.