Video: અમેરિકનની ગુજરાતી સાંભળી USના ગુજરાતી ચોકી ગયા, પાનના પૈસા પણ ન લીધા

PC: indiatimes.com

દુનિયાભરમાં ભારતીય ભોજન ખાનારાઓનું ગજબનું ફેન ફોલોઈંગ છે. ભારતીય ભોજનના તો ઘણા વિદેશીઓ પણ દિવાના છે. ઘણીવાર ફોરેનર્સ ભારતીય ભોજનનો આસ્વાદ માણવાની સાથોસાથ અહીંની સંસ્કૃતિ પણ શીખે છે અને તેના વખાણ કરે છે. કોઈપણ ભાષાને શીખવી જેટલી સરળ લાગે છે, અસલમાં તે એટલી જ મુશ્કેલ હોય છે. ભારતમાં ઘણી ભાષાઓ છે, જે એકબીજા કરતા ખૂબ જ અલગ છે. આ કારણે જ ભારતના જ કેટલાક લોકો એકબીજાની ભાષાઓ નથી બોલી શકતા. પરંતુ, એક અમેરિકી વ્યક્તિ શુદ્ધ ગુજરાતી ભાષા બોલતો દેખાઈ રહ્યો છે, જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એરીહ સ્મિથ નામના એક અમેરિકન યૂટ્યૂબરે યૂએસની એક સ્થાનિક દુકાનમાં થયેલી પોતાની વાતચીતનો વીડિયો શેર કર્યો છે. સ્મિથ યૂટ્યૂબ પર શિયાઓમૈનીક (@Xiamanyc) નામની ચેનલ ચલાવે છે, જેને 40 લાખ કરતા પણ વધુ લોકો ફોલો કરે છે. ચોંકાવનારી વાત એ છે કે, સ્મિથ એક રેસ્ટોરન્ટમાં જઈને ગુજરાતી થાળી ઓર્ડર કરે છે અને રેસ્ટોરન્ટના ઓનર સાથે ગુજરાતીમાં વાત કરે છે. સ્મિથનું ગુજરાતી સાંભળીને રેસ્ટોરન્ટ ઓનર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

વીડિયોમાં રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ સૌથી પહેલા સ્મિથ રેસ્ટોરન્ટના માલિક સાથે ગુજરાતીમાં વાત કરે છે. સ્મિથની વાતો સાંભળીને રેસ્ટોરન્ટનો માલિક પણ આશ્ચર્યમાં પડી જાય છે. દરમિયાન સ્મિથે બાજરાના રોટલાનો ઓર્ડર કર્યો. સ્મિથનું ગુજરાતી સાંભળીને રેસ્ટોરન્ટના માલિકે ખુશ થઈને તેની પાસેથી ખાવાના પૈસા ના લીધા. સાત મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યારસુધીમાં 1.1 મિલિયન કરતા વધુ વાર જોવાઈ ચુક્યો છે.

અમેરિકન યૂટ્યૂબર એરીહ સ્મિથ ક્લિપમાં જણાવે છે કે, તે ક્યારેય ભારત નથી ગયો, પરંતુ તેના ઘણા ગુજરાતી મિત્રો છે, જે તેને ગુજરાતી ભાષા શીખવે છે. ત્યારબાદ તે અલગ-અલગ ડિશ ટ્રાય કરે છે અને વીડિયોમાં કહે છે કે, તે તેના જીવનનું સૌથી બેસ્ટ મીલ છે. તેણે ગુજરાતી થાળીમાં બાજરાનો રોટલો અને શાકનો સ્વાદનો માણ્યો. આ સાથે જ તેણે શ્રીખંડની સાથે મસાલા છાશ પણ ચાખી. અંતમાં તેણે ક્લાસિક ગુજરાતી પાન પણ ખાધુ. સ્મિથે જણાવ્યું કે, રેસ્ટોરન્ટના માલિક તેનું ગુજરાતી સાંભળીને એટલા ખુશ થઈ ગયા કે તેમણે ખાવાના પૈસા પણ ના લીધા.

યૂટ્યૂબ યુઝર્સ એરીહ સ્મિથ અને તેના ગુજરાતી બોલવાના કૌશલના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, લોકો તમારી વાસ્તવિકતા અને તેમની માતૃભાષા બોલીને તમારા દ્વારા દર્શાવવામાં આવેલા સન્માનથી પ્રભાવિત થાય છે. આ જ રીતે નવેમ્બર 2021માં એરીહ સ્મિથ યૂએસના એક સ્ટ્રીટ ફૂડવાળા વિસ્તારમાં ગયો હતો, જ્યાં તે બંગાળી ભાષામાં વાત કરી રહ્યો હતો, જેને સાંભળીને લોકો અચંબિત થઈ ગયા હતા. તે વીડિયોમાં સ્મિથે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની કેટલીક પારંપરિક ડિશીઝ અજમાવી હતી. તેણે બંગાળીમાં મિષ્ટી, પાન અને પુચકાનો ઓર્ડર કર્યો હતો, જેને સાંભળીને સૌ દંગ રહી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp