ખાવાનું લઈને બેસી રહ્યા, કોઈ ન આવ્યું, ભારતીય મૂળના શેફનો વીડિયો વાયરલ, હવે..

PC: indiatimes.com

સોશિયલ મીડિયા પર એક ભારતીય મૂળના શેફનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો શેફને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પદ્મ વ્યાસ નામના આ શેફ ફૂડ લઈને સ્ટોલ પર બેઠા છે, પરંતુ કોઈ તેમનું ફૂડ ખાવા આવતું નથી. ત્યારબાદ વરસાદ પડી જાય છે, જેના કારણે તેમને ફૂડ લઈને જતું રહેવું પડે છે. વ્યાસ ધ કોલોનિયલ રેસ્ટોરાંના હેડ શેફ છે. તેમણે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આયોજિત એક ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો. તેમના વીડિયોને કોલેનિયલ રેસ્ટોરાંના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, કોઈ પણ તેમનું ફૂડ ટ્રાઇ કરવા ન આવ્યું.’ ત્યારબાદ ઈન્ટરનેટ પર લોકો તેમના સપોર્ટમાં ઉતર્યા. આ વીડિયોને અત્યાર સુધી 1 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે તેને 21 હજાર લોકોની લાઇક મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પોસ્ટ પર કમેન્ટ કરતા પોતાની પ્રતિક્રિયા આપી આપી રહ્યા છે. લોકો તેમની હિંમતના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ કમેન્ટમાં કહ્યું કે, ફૂડ એટલું સ્વાદિષ્ટ લાગી રહ્યું છે. એક યુઝરે અફસોસ વ્યક્ત કર્યો કે તેણે ન ખાધું.

એક યુઝરે લખ્યું કે, એ સારા માટે હકદાર છે! ટેક્સાસ (અમેરિકા)થી ખૂબ સારી વાઈબ્સ મોકલી રહ્યો છું. એક અન્ય યુઝરે કહ્યું કે, તેમનું ફૂડ ખૂબ સારું લાગી રહ્યું છે. કદાચ લોકોને ખબર નથી કે સારી ક્વાલિટી શું હોય છે! મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે કે તેમની સાથે એમ થયું. મને તેને ટ્રાઇ કરવાનું સારું લાગતું. ત્રીજા યુઝરે લખ્યું કે, તમારું ફૂડ સ્વાદિષ્ટ લાગી રહ્યું છે! કાશ હું સિડનીમાં હોત તો તેને ટ્રાઇ કરી શકતો. ચોથા યુઝરે લખ્યું કે, હું બધુ ફૂડ ખરીદી લેતી.

વીડિયો વાયરલ થયા બાદ ઓનલાઇન યુઝર્સના શાનદાર સપોર્ટ બાદ ઘણા લોકોને આશા છે કે વાયરલ વીડિયો શેફ વ્યાસના ટેલેન્ટ તરફ ધ્યાન આકર્ષિત કરશે અને ભવિષ્યમાં વધુમાં વધુ લોકોને તેમનું ફૂડ ટ્રાઇ કરવા માટે પ્રેરિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp