શ્રીલંકા-થાઈલેન્ડ પછી વધુ એક દેશે ભારતીયો માટે વીઝા-ફ્રી એન્ટ્રીની કરી જાહેરાત

PC: twitter.com

જો તમે પણ નવા વર્ષના અવસરે વિદેશ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. વધુ એક સાઉથ ઇસ્ટ એશિયાના દેશે ભારતના નાગરિકો માટે વીઝા-ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. એવામાં હવે તમારે ફોરેન ટ્રિપ પ્લાન કરવા માટે વીઝા મેળવવાના ચક્કર કાપવા પડશે નહીં. રોયટર્સની એક રિપોર્ટ અનુસાર, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમે રવિવારે મોડી રાતે પોતાના પીપલ્સ જસ્ટિસ પાર્ટી કોંગ્રેસમાં એક ભાષણ દરમિયાન આ વાતની જાહેરાત કરી.

ભારતીય અને ચીની નાગરિકો 30 દિવસ સુધી અહીં વિના વીઝાએ રહી શકશે

અનવર ઈબ્રાહિમે જણાવ્યું કે, આ છૂટ હેઠળ ચીનના અને ભારતના નાગરિકો 30 દિવસ સુધી મલેશિયામાં વિઝા વિના રહી શકે છે. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે ફ્રી વીઝા એન્ટ્રી ક્યાં સુધી લાગૂ રહેશે.

શ્રીલંકા અને થાઈલેન્ડ પણ વીઝા-ફ્રી પ્રવેશની જાહેરાત કરી ચૂક્યા છે

ઘણાં એવા દેશો છે જ્યાં ફરવા માટે તમારે વીઝા લેવાની જરૂરત રહેતી નથી. મલેશિયા પહેલા શ્રીલંકા અને થાઈલેન્ડ પણ વીઝા-ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી ચૂક્યા છે.

ચીન-ભારત મલેશિયાના સૌથી મોટા સોર્સ માર્કેટ

ચીન અને ભારત ક્રમશઃ મલેશિયાના ચોથા અને પાંચમા સૌથી મોટા સોર્સ માર્કેટ દેશો છે. સરકારી આંકડા પ્રમાણે, મલેશિયામાં આ વર્ષે જાન્યુઆરીથી જૂનની વચ્ચે 9.16 મિલિયન પર્યટકો આવ્યા. જેમાંથી ચીનથી 498540 અને ભારતથી 283885 પર્યટકો આવ્યા. કોરોના મહામારી પહેલા, 2019ના આ સમાન સમયમાં ચીનથી 1.5 મિલિયન અને ભારતથી 354486 આગમનની તુલના કરવામાં આવી.

મંદી પડેલી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા માટે

જણાવીએ કે, આ પગલું પડોશી દેશ થાઈલેન્ડ દ્વારા પોતાના મહત્વપૂર્ણ પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પોતાની મંદી પડેલી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા માટે લાગૂ કરવામાં આવેલા નિયમો બાદ લેવામાં આવ્યું છે. આ વર્ષે છૂટ મેળવનારાઓમાં ચીન અને ભારતના નાગરિકો પણ સામેલ છે. વર્તમાનમાં ચીન અને ભારતના નાગરિકોને મલેશિયામાં પ્રવેશ માટે વીઝા માટે અરજી કરવી પડે છે.

આ તારીખથી વીઝા-ફ્રી એન્ટ્રી

મલેશિયામાં 1 ડિસેમ્બરથી ભારત અને ચીનના નાગરિકો માટે વીઝા-ફ્રી એન્ટ્રી મળવા જઇ રહી છે. એવામાં ફોરેન ટ્રિપ પ્લાન કરવા માટે વીઝા ઓફિસના ચક્કર લગાવવા પડશે નહીં. એટલું જ નહીં આ દેશોમાં જવા માટે વીઝાની જે ફી આપવી પડે છે તેનાથી પણ રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp