2 કિલોથી વધુના સોનાના ઘરેણા પહેરીને આ TikTok સ્ટાર બનાવે છે વીડિયો
Gold obsessed man જેને સોનાના ઘરેણા પહેરવાનો શોખ છે, સોનાના ઘરેણા પણ એ કિલોના હિસાબે પહેરે છે, તેની પાસે ગોલ્ડ પ્લેટેડ કાર અને મોટરસાઈકલ પણ છે. વિયતનામનો રહેવાસી ટ્રાન ડુક લોઈ (Tran Duc Loi) હાલમાં જ સોનાના પ્રત્યે પોતાના પ્રેમને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રાનનું કહેવું છે કે, તે ફેંગ સુઈમાં વિશ્વાસ રાખે છે, એટલે આવું કરે છે, TikTok પર તેના વીડિયો ખૂબ જ પોપ્યુલર થયા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રાન વિયતનામના અન ગિયાંગ પ્રોવીંસ (An Giang Province)માં રહે છે. ટ્રાનને વિયતનામના લોકો નોટીસ કરે છે. કારણ કે, તે ગળાથી લઈને હાથો સુધી સોનાના ઘરેણા પહેરે છે.
જ્યારે પણ તે બહાર નીકળે છે, ત્યારે લોકો એણે પાછા વળીને જુએ છે, એમ તો ટ્રાન દક્ષિણી અમેરિકી ગરોળી અને અન્ય પ્રાણીઓને પોતાના દેશમાં વેચે છે. ટ્રાનનું માનવું છે કે, સોનું પહેરવું એના બિઝનેસ માટે શુભ સિદ્ધ થયું છે. આ જ કારણે એ જ્યારે પણ બહાર જાય છે ત્યારે પ્રયત્ન કરે છે કે વધુમાં વધુ સોનાના ઘરેણા પહેરે.
પહેલા સોનાના ઘરેણા ઓછા પહેરતો
ટ્રાન પહેલા ઓછા ઘરેણા પહેરતો હતો, પરંતુ ધીમે-ધીમે તેણે ઘરેણા વધારે પહેરવાના શરૂ કર્યા, જેના કારણે ઘરેણાનું વજન વધતું ગયું, પણ હવે તેણે આની આદત થઇ ગઈ છે. તેણે TikTok પર ઘરેણા પહેરીને અનેક વીડિયો શેર કર્યા છે. તેની પાસે ગોલ્ડ પ્લેટેડ કન્વર્ટિબલ કાર પણ છે, સાથે એક મોટરસાઈકલને પણ છે, જેને ગોલ્ડ કલર કર્યો છે.
ક્યાં-ક્યાં ઘરેણા છે એની પાસે?
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટ્રાન ડુક લોઈએ કહ્યું કે, તેની પાસે 2 કિલોથી વધુ સોનાના ઘરેણા છે, જેમાં 250 ગ્રામ નેકલેસ અને 10 સોનાની વીટીઓ, એક મોટું બ્રેસલેટ, એક મોટી ગોલ્ડ પ્લેટેડ ઘડિયાળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp