ટાઇટેનિકનો ભંગાર જોવા ગયેલી સબમરીનના કાટમાળમાંથી માનવ અવશેષો મળ્યા:US કોસ્ટગાર્ડ

PC: punjabkesari.in

નિષ્ણાતોએ 111 વર્ષ પહેલાં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજના કાટમાળને જોવા માટે સમુદ્રમાં ડાઇવિંગ કરતી વખતે વિસ્ફોટ થયેલી ટાઇટન સબમર્સિબલના બચેલા ભાગોમાંથી સંભવિત માનવ અવશેષો મેળવ્યા છે. આ વિસ્ફોટમાં સબમરીનમાં સવાર તમામ પાંચ લોકો માર્યા ગયા હતા. US કોસ્ટ ગાર્ડે બુધવારે આ વિષે જાણકારી આપી.

US કોસ્ટ ગાર્ડે કહ્યું, 'યુનાઈટેડ સ્ટેટ્સના તબીબી વ્યાવસાયિકો સંભવિત માનવ અવશેષોનું વિશ્લેષણ કરશે, જે અત્યંત કાળજી સાથે મેળવવામાં આવ્યા છે...'

 

બ્રિટિશ સંશોધક હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ સબમરીન નિષ્ણાત પોલ-હેનરી નાર્જિયોલેટ, પાકિસ્તાની-બ્રિટિશ ઉદ્યોગપતિ પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન અને સબમરીન ઓપરેટર ઓશનગેટ એક્સપિડિશન્સના CEO સ્ટોકટન રશ, તેના અભિયાન દરમિયાન ટાઇટન સબમરીન પર સવાર હતા. તેઓ બધાની મૃત્યુ લગભગ તાત્કાલિક થઇ ગઈ હતી, જ્યારે ટાઇટન સબમરીન, આશરે એક SUV કારના કદની, ઉત્તર એટલાન્ટિકના ભારે દબાણ હેઠળ બે માઈલથી વધુની ઊંડાઈએ આંતરિક વિસ્ફોટ થઇ ગઈ હતી.

નાની સબમરીનના મળેલા કાટમાળને વહેલી સવારે પૂર્વી કેનેડામાં નીકાળવામાં આવ્યો, અને એક મુશ્કેલ શોધ કામગીરી પૂર્ણ થઇ. હવે આ ભંગાર વધુ પૃથ્થકરણ માટે US કોસ્ટગાર્ડ કટર મારફત કોઈપણ અમેરિકન પોર્ટ પર લઈ જવામાં આવશે.

 

દુર્ઘટનાની તપાસ કરી રહેલી US ટીમના લીડર કેપ્ટન જેસન ન્યુબાઉરે જણાવ્યું હતું કે, 'ટાઈટનના વિનાશના કારણને સમજવા અને આવી જ ઘટના ફરીથી ન બને તેની ખાતરી કરવા માટે ઘણું કામ કરવાનું બાકી છે.'

ટેલિવિઝન છબીઓમાં, ટાઇટન સબમરીનનો નોઝ કોન અને તેની બાજુની પેનલ, તેમાંથી લટકતા વાયરો દેખાઈ રહ્યા છે, તે જહાજમાંથી સેન્ટ જોન્સ, ન્યુફાઉન્ડલેન્ડમાં કેનેડિયન કોસ્ટ ગાર્ડ ટર્મિનલ પર ટ્રક પર નીચે ઉતારવામાં આવતા જોઈ શકાય છે.

 

પેલેજિક રિસર્ચ, ન્યુ યોર્ક સ્થિત કંપની કે, જે સબમરીનને શોધવા માટે વપરાતું રિમોટ ઓપરેટેડ વાહન, ઓડીસિયસની માલિકી ધરાવે છે, તેનું કહેવું છે કે, સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે.

કેનેડિયન અધિકારીઓએ કાટમાળની પુનઃપ્રાપ્તિ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ટાઇટન સબમરીન 18 જૂનના રોજ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી અને US કોસ્ટ ગાર્ડે ગયા ગુરુવારે જણાવ્યું હતું કે, જબરદસ્ત વિસ્ફોટમાં સવાર તમામ પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા.

સબમરીનનો ભંગાર ટાઇટેનિકના કાટમાળના અવશેષોથી લગભગ 1,600 ફૂટ (500 મીટર) દૂર મળી આવ્યો હતો, જે ન્યૂફાઉન્ડલેન્ડના દરિયાકાંઠે 400 માઇલ દૂર દરિયાની સપાટીથી લગભગ ચાર કિલોમીટરની ઊંડાઇએ તળિયે પડેલો હતો.

સબમરીન ગુમ થઈ ત્યારથી શરૂ થયેલ બહુરાષ્ટ્રીય શોધ અને બચાવ કામગીરી જ્યારે આંતરિક વિસ્ફોટની જાહેરાત કરવામાં આવી ત્યારે સમાપ્ત થઈ. શોધ દરમિયાન સમગ્ર વિશ્વનું ધ્યાન આના પર કેન્દ્રિત થયું હતું.

કોસ્ટગાર્ડે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે, જેને મરીન બોર્ડ ઓફ ઈન્વેસ્ટિગેશન કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp