એક લાખ વર્ષ પહેલા માણસ કેવો દેખાતો? થઇ ગયો ખુલાસો

PC: arabnews.com

સદીઓ જૂની વસ્તુ અને નિશાન આપણને બતાવે છે કે એ સમયે માણસ કેવા દેખાતા હતા. એ કયા પ્રકારની જિંદગી જીવતા હતા. કંઈક આ જ પ્રકારની શોધ મોરક્કોમાં પણ થઈ છે. અહી એક લાખ વર્ષ જૂના પગના નિશાન મળ્યા છે, જે બતાવે છે કે એ સમયે વ્યક્તિ કેવી દેખાતી હશે. જાન્યુઆરીમાં મોરક્કો, ફ્રાંસ, જર્મની અને સ્પેનના વૈજ્ઞાનિકોની એક ઇન્ટરનેશનલ ટીમે આ શોધ સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત કરાવી હતી. તેમાં કહેવામાં આવ્યું કે, સારી રીતે સંરક્ષિત માનવ પગોના કેટલાક નિશાન મળ્યા છે.

જેમને 100,000 વર્ષ જૂના માનવામાં આવી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે પગના નિશાન 5 વ્યક્તિઓના છે. એ મોરક્કોના ઉત્તરી શહેરમાં એક પર્વતીય સમુદ્ર કિનારે જોવા મળ્યા છે. જૂન 2022માં પુરાતત્વવિદ માઉન્સેફ સેડ્રાતીને લારાચે શહેરમાં વિભિન્ન આકારના પગના નિશાન મળ્યા. તેમણે કહ્યું કે, અમને પહેલા નિશાન મળ્યા બાદ તેના પર 100 ટકા સુધી વિશ્વાસ નહોતો, પરંતુ પછી અમે બીજું અને ત્રીજું નિશાન મળ્યું. પછી અન્ય મળતા રહ્યા. શરૂઆતી નિશાન સ્વસ્થ હોમો (સેપિયન્સ)એ લગભગ 100,000 વર્ષ અગાઉ રેતાળ સમુદ્ર કિનારાની તળેટી પર છોડ્યા હતા. કુલ 85 ટકા પગના નિશાન મળ્યા છે.

જે 5 માણસોના ગ્રુપ દ્વારા બનાવાયા હશે, એ એ રસ્તે પાણી તરફ ચાલીને ગયા હતા. એ ઉત્તરી આફ્રિકા અને દક્ષિણી ભૂમધ્ય સાગરમાં મળેલા પહેલા માનવ ટ્રેક છે. એ 5 લોકો અલગ અલગ ઉંમરના વયસ્ક અને બાળકો હશે. જો કે એ ખબર પડી શકી નથી કે આ લોકો અહી કેમ આવ્યા હશે? શું તેઓ સમુદ્રમાં ખાવાનું લેવા ગયા હશે? અથવા તેઓ અહી ફરતા ફરતા આવી ગયા? અત્યારે પણ જાણકારી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ લોકો અહી કેટલા સમય સુધી રહ્યા.વૈજ્ઞાનિકોની ટીમે ડ્રોનની મદદથી લીધેલી 461 તસવીરોની પ્રિન્ટ લીધી છે. હવે આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને આ પગોના નિશાનનો આકાર અને પ્રાચીન લોકોની સ્પષ્ટ ઉંમર જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

વૈજ્ઞાનિકોને અહીથી ગેરુ પણ મળ્યા છે, જેનો ઉપયોગ ધાર્મિક અનુષ્ઠાનના સમયે મહિલાઓ મેકઅપ તરીકે કરતી હશે. તેઓ તેને પોતાના શરીર પર લગાવતી હતી. તેમને માટી પણ મળી છે જે બતાવે છે કે પ્રાચીન લોકોને ખબર હતી કે આગ કેવી રીતે સળગાવાય છે. હાડકાંના અવશેષ અને પથ્થરના ઓજાર પણ મળ્યા છે. જેથી ખબર પડે છે પ્રાચીન માનવ ભોજન માટે મૃત પ્રાણીઓ પર નિર્ભર હતા અને તેમને લગભગ 20,000 વર્ષ અગાઉ જ જાળ બિછાવવા અને પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp