ઉત્તર કોરિયાએ એવું તે શું કર્યું કે અમેરિકાની ચિંતા વધી ગઇ?

PC: aajtak.in

ઉત્તર કોરિયા છેલ્લાં કેટલાંક સમયથી બે બાબતે ચર્ચામાં છે. એક તો  ભુખમરો અને કોરોના સામે દેશ ઝઝુમી રહ્યો છે અને બીજુ કે મિસાઇલ લોન્ચ કરીને અમેરિકાને લક્ષ્યમાં રાખ્યું છે. ઉત્તર કોરિયા છેલ્લાં કેટલાંક દિવસોમાં ત્રણ વખત મિસાઇલ લોન્ચ કરીને ફરી એક વખત રહસ્મયી ચીજને સમુદ્ર્માં લોંચ કરવાની સાથે ચર્ચામાં છે.ઉત્તર કોરિયાના દરેક હરકતોથી અમેરિકાની ચિંતા વધી જાય છે.

સાઉથ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ ફરી એક વાર રહસ્મયી હથિયારને ઇસ્ટ સી તરફ લોન્ચ કર્યું છે. જો કે હજુ સુધી એ વાતની સ્પષ્ટતા નથી થઇ શકી કે ઉત્તર કોરિયાએ કયું હથિયાર લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આ પરિક્ષણના સહારે મિસાઇલ ટેસ્ટ કર્યું છે.

ઉત્તર કોરિયા આ પહેલાં ક્રુઝ મિસાઇલ પણ લોન્ચ કરી ચુક્યું છે. સિયોલના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું છે કે પરમાણુ સશસ્ત્ર ઉત્તર કોરિયાએ પૂર્વ કિનારે બે અજ્ઞાત વસ્તુઓ છોડી છે. તેમણે નિવેદનમાં આગળ કહ્યું કે દક્ષિણ કોરિયા અને અમેરિકાની એજન્સીઓ આની વિસ્તૃત તપાસ કરી રહી છે.

 જો કે સિયોલના નિવેદનમાં એ વાતની ચોખવટ કરવામાં નથી આવી કે મિસાઇલની રેન્જ કેટલી હતી. આ મિસાઇલ લોન્ચની વાત ત્યારે સામે આવી જયારે ચીનના વિદેશ મંત્રી વાન્ગ યી દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રીને મળવા સિયોલ પહોંચ્યા છે. યોનહેર ન્યૂઝ એજન્સીના કહેવા મુજબ, વાંગે ઉત્તર કોરિયાના મિસાઇલ લોન્ચ પહેલાં એક નિવેદન કર્યું હતું કે બધા દેશ કોરિયન દ્રીપકલ્પ પર શાંતિ અને સ્થિરતા માટે મદદ કરશે. તેમણે કહ્યુ હતું કે માત્ર ઉત્તર કોરિયા જ નહી, પણ કેટલાંક અન્ય દેશો પણ મિલટ્રી ગતિવિધીઓમાં લાગેલા છે.અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશોએ વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

અમેરિકનો રક્ષા વિભાગ પેંટાગોન આ પહેલાં પણ નોર્થ કોરિયાના મિસાઇલ પ્રોગ્રામને લઇને ચિંતા વ્યક્ત કરી ચુક્યું છે.

 આ વર્ષે કિમ જોંગ ઉને અમેરિકાના પ્રતિબંધો અને દબાણ વચ્ચે ન્યૂકલિયર પ્રોગ્રામને  વધારે મજબુત બનાવવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લાં 3 દિવસમાં ઉત્તર કોરિયામાં બેક ટુ બેક મિસાઇલ ટેસ્ટીંગ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp