પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાન ભારતથી ફફડે છે કારણ કે...

PC: aajtak.in

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન સામે તેમના ઘરમાં જ વિરોધનો વંટોળ ઊભો થયો છે. તે તેમની નાકામી બતાવે છે પરંતુ દરેક પાકિસ્તાની નેતાની જેમ તેઓ દોષ ભારતને જ દે છે. ઇમરાને કહ્યું છે કે  ભારત પાકિસ્તાનને 3 ટુકડામાં વહેંચી દેવા માંગે છે  મજબુત સેનાને કારણે પાકિસ્તાન આજે બચી શક્યું છે.નહીં તો ઇરાક અને ઇરાનની જેમ કમજોર બનાવી દેતે.પાકિસ્તાનની વિપક્ષ પાર્ટીઓ હિંદુસ્તાનની ભાષામાં વાત કરે છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ટીવી ચેનલ જીએનએન ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં  નવાઝ શરીફ સામે નિશાન તાકીને કહ્યું કે, જયારે તેઓ કહે છે કે સેનાનું નેતૃત્વ ખરાબ છે અને બાકી સેના સારી છે.તો એનો મતલબ એ થાય કે તમે સેનાને બગાવત કરવા માટે ઉશ્કેરી રહ્યા છો.એના થી મોટો દેશદ્રોહ કયો હોય શકે?. નવાઝ શરીફ સામે આક્રોશ વ્યકત કરતા ઇમરાને કહ્યું કે ચોરીના રૂપિયાથી ખરીદેલા લકઝરી ફલેટમાં બેઠેલો એક વ્યકિત સેનાના જવાનોને બગાવત માટે ઉશ્કેરી રહ્યો છે, એ કોઇ જજને સારા કહી રહ્યો છે અને પનામા કેસમાં તેમની વિરુદ્ધ ચુકાદો આપનાર ન્યાયાધીશ તેને ખરાબ લાગે છે.એ ન્યાયપાલિકા વિરુદ્ધ પણ બગાવત કરવાનું કહી રહ્યો છે.

વાસ્તવમાં, નવાઝ શરીફની પીએમએલ-એન સહિત 11 વિપક્ષી પાર્ટીઓએ મળીને ઇમરાનખાનની સામે એક ગઠબંધન બનાવ્યું છે. આ ગઠબંધનનું નામ છે પાકિસ્તાન-ડેમોક્રેકિટક મુવમેન્ટ.નવાઝ શરીફે પોતાના અનેક ભાષણોમાં પોતાને સત્તાની બહાર ફેંકવા માટે પાકિસ્તાનની સેનાને જવાબદાર ઠેરવી છે. તાજેતરમાં જ નવાઝ શરીફે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાઝવાનું નામ લઇને કહ્યું હતુ કે, પાકિસ્તાન સરકારની ઉપર બીજી એક સરકાર ચાલી રહી છે.અત્યારે નવાઝ શરીફ લંડનમાં રહે છે.

પીએમ ઇમરાનખાને ઇન્ટરવ્યુમાં કહ્યું કે, નવાઝ શરીફ વિદેશમાં કાયરની જેમ છુપાઇને બેઠો છે અને પોતાના સમર્થકોને સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યો છે.પીએમએએલ-એનના સુપ્રીમો અને તેની બેટી શરૂઆતમાં મૌન હતા અને પોતાના બચાવના પ્રયાસ કરી રહ્યા હતા. પણ જયારે એમ લાગ્યું કે હવે બચવાનો કોઇ રસ્તો નથી, તો  મારી પર હુમલા કરવાનું શરૂ કર્યું.હવે તેઓ આર્મીઅને ન્યાયપાલિકાને ટાર્ગેટ કરી રહ્યા છે.

ઇમરાને કહ્યું કે દેશ માટે એફટીએફના બ્લેક લિસ્ટથી બચવું અત્યંત જરૂરી હતું, પરંતું વિપક્ષી પાર્ટી એફટીએફ કાનુનને પાસ થવા દેવા માંગતા નથી. એ લોકો આ કાયદો  પસાર કરવા પહેલાં  ભષ્ટ્રાચારના કેસમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા હતા.

જયારે ઇમરાનખાનને સવાલ પુછવામાં આવ્યો કે શું તેઓ નવાઝ શરીફ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરશે?  ઇમરાન ખાને કહ્યું કે,દેશદ્રોહને સાબિત કરવો એકદમ મુશ્કેલ હોય છે.તેમણે કહ્યું કે,મારી પાસે નવાઝ શરીફની ગતિવિધિઓને લઇને અનેક જાણકારી છે, પરંતુ એજન્સીઓના રિપોર્ટને આધારે કોર્ટ કેસ ન થઇ શકે.

ઇમરાનખાને તો ત્યાં સુધી કહી દીધું કે  અમેરિકામાં રાજદુત રહી ચુકેલા હુસૈન હક્કાની નવાઝની કમ્યુનિકેશન સ્ટ્રેટેજી તૈયાર કરે છે.હક્કાની વિદેશમાં ભારતીય લોબી સાથે બેસીને  શું કરી રહ્યા છે? તેમની પુરી રણનીતી આર્મી વિરોધી હોય છે.પાકિસ્તાન આર્મી ખરાબ છે. ઇમરાન કઠપુતળી છે એવા બધા શબ્દોનો પ્રયોગ કોણ કરે છે?. ભારત પણ આ જ વાત કરે છે. ઇમરાન ખાને કહ્યું કે, ભારત પાકિસ્તાનના 3 ટુકડા કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp