એવું તે શું થયું કે એલન મસ્કે બ્રાઝીલમાં X પ્લેટફોર્મની ઓફિસ બંધ કરી દીધી?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના CEO એલન મસ્કે જાહેરાત કરી છે કે તેમણે બ્રાઝીલમાં X પ્લેટફોર્મની ઓફિસ બંધ કરી દીધી છે. બ્રાઝીલની સુપ્રીમ કોર્ટના જજના સેન્સરશીપ આદેશને કારણે આ પગલું લેવાયું હોવાનું મસ્કે કહ્યું છે. જો કે બ્રાઝીલના લોકોનો X પ્લેટફોર્મનો ઉપયોગ યથાવત ચાલું રહેશે.
મસ્કે કહ્યુ કે,બ્રાઝીલની સુપ્રીમ કોર્ટના જજ એલેકઝેંડ્રે ડી મોરેસના સીક્રેટ સેન્સશીપ અને ખાનગી જાણકારી આપવાની માંગ કરવાને કારણે અમે બ્રાઝીલમા ઓફિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. X પ્લેટફોર્મનો દાવો છે કે, બ્રાઝીલના જજ મોરેસે કંપનીના કાનુની પ્રતિનિધિની ધરપકડ કરવાની ધમકી આપી હતી. મોરેસે કહ્યું હતું કે, જો X પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટ હટાવવામાં નહીં આવશે તો કાનુની પ્રતિનિધિની ધરપકડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp