એટલાન્ટિક મહાસાગરમાં એવું તે શું થઇ રહ્યું છે કે વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઇ

PC: twitter.com

દરિયામાં થઈ રહેલી એક ગતિવિધિએ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. એટલાન્ટિક મહાસાગરમાં મોટો ફેરફાર શક્ય છે. સમુદ્રમાં સબડક્શન ઝોન ઉભો થઈ શકે છે જે ટૂંક સમયમાં સક્રિય થઈ જશે. સબડક્શન ઝોન એ એવો વિસ્તાર છે જ્યાં પૃથ્વીની નીચે હાજર ટેક્ટોનિક પ્લેટ બીજી પ્લેટ સાથે જોડાય છે. એટલે કે એક પ્લેટ બીજી પ્લેટની ઉપર કે નીચે ચાલી જાય છે. આવા એક સબડક્શન ઝોન ટૂંક સમયમાં જ જિબ્રાલ્ટર જલડમરુમધ્યની નીચે સક્રિય થઈ શકે છે, જેને વૈજ્ઞાનિકો અત્યાર સુધી નિષ્ક્રિય માનતા હતા. આનાથી એટલાન્ટિક મહાસાગરનો નકશો બદલાઈ જશે.

આપણે જાણીએ છીએ કે પૃથ્વીની ઉપરની સપાટીની નીચે ટેક્ટોનિક પ્લેટ્સ મોજૂદ છે,જે ખસે પણ છે. આમાંની સહેજ પણ પ્રવૃત્તિ પૃથ્વીની સપાટી પર વિનાશક ધરતીકંપનું કારણ બને છે અને જ્વાળામુખી ફાટવા લાગે છે. જિબ્રાલ્ટરની નીચે એક સમાન ઝોન અસ્તિત્વમાં છે જેને જિબ્રાલ્ટર આર્ક પણ કહેવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, તે 3 કરોડવર્ષોથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે છેલ્લા 50 લાખ વર્ષથી નિષ્ક્રીય હતો. તેમાં કોઈ પ્રવૃત્તિ થતી ન હતી. વિજ્ઞાનીઓ તેને નિષ્ક્રિય માનતા હતા.

હવે Geology જર્નલમાં એક સ્ટડી પ્રકાશિત થયો છે જે કહે છે કે સબડક્શન ઝોનનું નિષ્ક્રિયકરણ કામચલાઉ હતું. સંશોધકોએ તેના ઇતિહાસ અને ભવિષ્યની શોધ કરવા માટે કમ્પ્યુટર સિમ્યુલેશનનો ઉપયોગ કર્યો. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે તે સ્ટ્રેટની સાથે તૂટી શકે છે અને 2 કરોડ વર્ષોમાં એટલાન્ટિકમાં પ્રવેશી શકે છે. એટલાન્ટિકમાં સબડક્શન થયું હોય તેવું આ પ્રથમ વખત નથી. આમાં આવા વધુ બે ઝોન પહેલેથી અસ્તિત્વમાં છે.

જિબ્રાલ્ટરનો સ્ટડી કરીને, વૈજ્ઞાનિકો આ ઘટનાને સમય પહેલા સમજી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ઓછી પ્રવૃત્તિ થઈ છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં ધરતીકંપ અને જ્વાળામુખીની ઘટનાઓ ખૂબ જ હળવી છે.સ્ટડી કહે છે કે આ બધું દર્શાવે છે કે સબડક્શન નિષ્ક્રિય નથી પરંતુ સક્રિય છે.

જો જિબ્રાલ્ટર આર્ક જાગે છે, તો પ્રશાંત મહાસાગર અગ્નિના રંગ જેવો દેખાશે. કારણ કે એટલાન્ટિકની બંને બાજુઓ પર હાજર સબડક્શન ઝોન ધીમે ધીમે તેને ઘેરી રહ્યા છે. જો કે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, ભૂકંપ અને જ્વાળામુખીની મોટી ઘટનાઓ નજીકના ભવિષ્યમાં જોવા મળી શકશે નહીં. આ વિસ્તારમાં છેલ્લો મોટો ભૂકંપ 250 વર્ષ પહેલાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp